દામનગર સ્વચ્છતા સર્વેક્ષણ માં પાલિકા ઉંધેકાંધ અસંખ્ય વિસ્તારો માં ૧૫ દિવસે સફાઈ કરાય છે સ્ટેટ ના રોડ ઉપર દાર્શનિક માટે ખૂબ ખર્ચ કરતું તંત્ર રહેણાંકો વિસ્તારો માં ધ્યાન આપે

દામનગર શહેર ની નગરપાલિકા સ્વચ્છતા સર્વેક્ષણ માં ઉંધેકાંધ શહેર ના અસંખ્ય વિસ્તારો માં ૧૫ દિવસે એક વાર વારા પ્રમાણે સફાઈ કામગીરી કરતું સ્ટેટ ના હાઇવે રોડ ઉપર શહેર બહાર ના દાર્શનિક ભાગો ની સફાઈ કરી દેખાવ કરવા કરતાં વાસ્તવિક સફાઈ ઝુંબેશ કરે તે જરૂરી દામનગર પાલિકા શહેર મુખ્ય બજારો અને રહેણાંક વિસ્તારો પણ ધ્યાન આપે તે જરૂરી માનીતા અમુક વોર્ડ માં નિયમિત સફાઈ કરાય છે આવી બેવડી નીતિ કેમ? સીતારામનગર ઘનશ્યામનગર હરેકૃષ્ણનગર ઠાંસા રોડ મફત પ્લોટ બજરંગનગર શિવનગર અવધ સોસાયટી અક્ષરનગર જે.ડી પાર્ક ભગીરથ મારુતિ જેવા અસંખ્ય વિસ્તારો માં ૧૫ દિવસે એક વાર સફાઈ થઈ રહી છે મુખ્ય બજારો માં રવિવારે સફાઈ સેવા બંધ રાખી સફાઈ ના નામે ખૂબ ખર્ચ કરતી સ્ટેટ ના રોડ ઉપર ક્યાં સુધી દેખાવો કરાશે? એક બાજુ સ્વચ્છતા અભિયાન ઉપર સરકાર ભાર મૂકી ઝુંબેશો ચલાવી રહી છે ત્યારે દામનગર નગરપાલિકા સફાઈ ના નામે ખૂબ મોટું બજેટ ખર્ચ ક્યાં કરે છે ?
Recent Comments