લોકડાઉનનો વિકલ્પ ખુલ્લો છેઃ ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્રમાં ગુરુવારે કોરોનાના એક દિવસમાં સૌથી વધુ ૨૫,૮૩૩ કેસ નોંધાયા બાદ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે લોકડાઉનનો વિકલ્પ છે, પરંતુ મને વિશ્ર્વાસ છે કે લોકો પોતાની જાતે જ નિયમોનું પાલન કરશે.
નંદુરબારમાં પત્રકારો સાથેની વાતચીતમાં ઠાકરેએ લોકોને કોઇ પણ ભય વગર કોરોનાની વેક્સિન લેવાની અપીલ કરી હતી.
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે ગુરુવારે એક દિવસમાં સૌથી વધુ ૨૫,૮૩૩ કેસ નોંધાયા હતા. અગાઉ ગત વર્ષે સપ્ટેમ્બરમાં આટલા મોટા પ્રમાણમાં કેસ નોંધાયા હતા.
‘લોકડાઉનનો પણ વિકલ્પ છે, પરંતુ મને વિશ્ર્વાસ છે કે લોકો પોતાની જાતે જ કોરોનાના નિયમોનું પાલન કરશે અને સહકાર આપશે’, એમ ઠાકરેએ કહ્યું હતું.
ગયા વર્ષે મહામારીની શરૂઆતમાં આપણી પાસે કંઇ પણ નહોતું, પરંતુ હવે વેક્સિન છે. હાલમાં દરેક જણ વેક્સિન લે એ આપણી પ્રાથમિકતા છે. લોકોએ સ્વેચ્છાએ આગળ આવીને વેક્સિન લેવી જાેઇએ, એમ તેમણે વધુમાં કહ્યું હતું.
Recent Comments