વિડીયો વાયરલ થયા બાદ ગાંધીધામના ૩ પોલીસક્રમીઓને સસ્પેન્ડ કરાયા
સોશિયલ મીડીયા પર ચાર જેટલા પોલીસ કર્મી કારમાં યુનિફોર્મમાં હોવા છતાં ગીત ઉપર ઝૂમી રહ્યા હોવાનો વિડિયો વાયરલ થયો હતો. આ વિડીયોમાં એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા જગદિશ ખેતાભાઇ સોલંકી, રાજા મહેન્દ્ર હિરાગર અને હરેશ ઇશ્વરભાઇ ચૌધરીને ગણવેશમાં હોવા છતાં સીટ બેલ્ટ બાંધ્યા વગર કારમાં ઝૂમતા તેમજ સીટબેલ્ટ ન બાંધી ટ્રાફીક નિયમનનો ભંગ કર્યો હોવાનું જાણવા મળતાં તાત્કાલિક અસરથી ફરકજ મોકૂફ કરાયા હોવાનું તેમણે જવણાવ્યું હતું. આ ચાર પેકી એક પોલીસ કર્મી પૂર્વ કચ્છમાંથી બનાસકાંઠા જિલ્લામા઼ ફરજ બજાવતા હોવાનું પણ જણાવાયું હતું.
નોંધવું રહ્યું કે, ગત એકાદ વર્ષથી પૂર્વ કચ્છમાં કાયદો વ્યવસ્થા પર કાયદાના રખેવાળોનું જાણે કોઇ અંકુશ ન રહ્યું હોય તેમ એક બાદ એક આ પ્રકારના ઘટનાક્રમ સામે આવી રહ્યા છે. તો ચોરી, લૂંટફાટના કેસો પણ જાેવા મળી રહ્યું છે. ગત વર્ષે અંજાર નજીક આવેલા રિસોર્ટમાં ફટાકડા ફોડી ઉજવણી કરી રહ્યા હોવાનો પોલીસ કર્મીઓનો વિડિયો વાયરલ થયો હતો તેમાં પણ એક ગીત ઉપર ઝૂમી રહ્યા હોવાનું બહાર આવ્યું હતું. સામાન્ય જનતા ઉજવણી કરે તો કોરોના કાળ હોવાને કારણે ગુનો નોંધાય અને પોલીસ કર્મી બેરોકટોક ઝૂમી ઉજવણી કરે તે અન્યાય છે ત્યારે આવા કર્મીઓને સસ્પેન્ડ તો કર્યા પણ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ચર્ચાએ પણ જાેર પકડ્યું હતું.ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મીઓને ગણવેશમાં ટ્રાફિક નિયમનનો ભંગ કરવો ભારે પડ્યો છે.
એસપી દ્વારા નિયમોનો ભંગ કરી વર્દીમાં જૂમી રહેલા ત્રણ પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સામાન્ય રીતે ટ્રાફીક નિયમન તોડનાર લોકો વિરુધ્ધ દંડાત્મક કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવતી હોય છે પણ પોલીસ ખુદ નિયમોના ધજાગરા ઉડાવે તો તેમને પણ ઋુણ ચુકવવવો જ પડેછે તેવો તાલ પૂર્વ કચ્છમાં નોધાયો છે. જેમાં કારમાં ગણવેશધારી ચાર પોલીસ કર્મીઓ એક ગીત ઉપર ઝૂમતા નજરે પડેછે તેવો વિડીઓ વાયરલ થયા બાદ પુર્વ ક્છ એસપીએ એ-ડિવિઝનના ત્રણ પોલીસ કર્મીને સસ્પેન્ડ કર્યા હતા.
Recent Comments