અમરેલી

સાવરકુંડલાની બ્રાંચ શાળા નં. ૨ ની વિદ્યાર્થિનીઓ તાલુકા કક્ષાની SGFI રમતગમત સ્પર્ધામાં ઝળકી

તાલુકા કક્ષાની SGFI રમતગમત સ્પર્ધા-૨૦૨૬ અંતર્ગત યોજાયેલી એથલેટિક્સ સ્પર્ધામાં સાવરકુંડલાની બ્રાંચ શાળા નં. ૨ કન્યા શાળાની વિદ્યાર્થિનીઓએ શાનદાર દેખાવ કરી શાળાનું નામ રોશન કર્યું છે.

​સ્પર્ધાના વિવિધ વિભાગોમાં વિજેતા બનેલ જેમાં 

​અંડર-૧૪ વિભાગ:

​પ્રથમ સ્થાન: ડાભી માનસી (ચક્રફેક), ગોરેયા દીપાવલી (ઊંચીકૂદ), રાણાવડિયા શિવાંગી (૧૦૦ મીટર દોડ).

​દ્વિતીય સ્થાન: ગોહિલ પ્રિયંકા (૧૦૦ મીટર દોડ), જીરૂકા અલ્વીરા (ગોળાફેંક).

​તૃતીય સ્થાન: જાખરા પરી (૨૦૦ મીટર દોડ), દેગામાં રવિના (૨૦૦ મીટર દોડ), ગોહિલ હિના (૨૦૦ મીટર દોડ), મકવાણા અલ્વીરા (લાંબીકૂદ).

​અંડર-૧૭ વિભાગ:

​દ્વિતીય સ્થાન: સોલંકી જાનવી (ઊંચીકૂદ).

​વિદ્યાર્થિનીઓની આ ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ પી.ટી.આઈ. શિક્ષક આસિફભાઈ કુરેશીના યોગ્ય માર્ગદર્શનની સરાહના કરવામાં આવી હતી. શાળાના આચાર્યા ભારતીબેન રાઠોડ તેમજ સમગ્ર શિક્ષક પરિવારે તમામ વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.

Related Posts