fbpx
ગુજરાત

સુરતમાં રેમડેસિવરની અછત મામલે આરટીઆઇમાં થયો મોટો ઘટસ્ફોટ

જીવલેણ કોરોના વાઈરસની બીજી લહેર દરમિયાન સંક્રમિત દર્દીઓની સારવાર માટે સંજીવની સમાન રેમડેસિવિર ઈન્જેક્શનની અછત વર્તાઈ હોવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા હતા. સુરતમાં પણ બીજી લહેર દરમિયાન રેમડેસિવિર ઈન્જેક્શનો ખૂટી પડ્યા હતા. હવે આ મામલે કરવામાં આવેલી આરટીઆઇના જવાબમાં મોટો ખુલાસો થયો છે.

રેમડેસિવિર ઈન્જેક્શનની અછતની ખરી હકીકત જાણવા માટે સહકારી આગેવાન દર્શક નાયક દ્વારા આરટીઆઇ કરવામાં આવી હતી. જેમાં વહીવટીતંત્ર દ્વારા જ હોસ્પિટલોની માંગ કરતાં ઓછા ઈન્જેક્શનો આપ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે.
જણાવી દઈએ કે, ૨૧ એપ્રિલથી ૧૩મીં મે દરમિયાન સુરતમાં કોરોના વાઈરસનું સંક્રમણ ખૂબ જ વધારે હતું. આ ૨૨ દિવસમાં કુલ જરૂરિયાત કરતા ઓછા રેમડેસિવિર ઈન્જેક્શન ફાળવવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો છે.

સુરતમાં કોરોનાની બીજી લહેરના ૨૨ દિવસ દરમિયાન શહેરની વિવિધ હોસ્પિટલો દ્વારા ૮૩ હજારથી વધુ રેમડેસિવિર ઈન્જેક્શનો માંગવામાં આવ્યા હતા. જેની સામે વહીવટી તંત્ર દ્વારા તેમને માત્ર ૫૦ હજાર જેટલા જ ઈન્જેક્શનો ફાળવાયા હતા. આમ જરૂરિયાત કરતાં ૩૨,૮૮૪ ઈન્જેક્શન ઓછા ફાળવવાના કારણે અછત રેમડેસિવિરની અછત સર્જાઈ હતી.

Follow Me:

Related Posts