વિડિયો ગેલેરી

મિલકત સંબંધી ગુનામાં સંડોવાયેલ ઇસમની પાસા હેઠળ અટકાયત કરી પાલરાસ્પેશ્યલ જેલ કચ્છ-ભુજ ખાતે મોકલી આપતી અમરેલી એલ.સી.બી. તથા ધારી પો.સ્ટે. ટીમ

ભાવનગર રેન્‍જ આઇ.જી.પી.શ્રી આર.વી.અસારી સાહેબ તથા અમરેલી
પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ તથા અમરેલી ઇ.ચા. પોલીસ અધિક્ષકશ્રી
જયવીર ગઢવી સાહેબ નાઓએ શરીર સંબંધી તથા મિલકત સંબંધી તથા
પ્રોહિબીશન ગુનાઓને લગતી અસામાજીક પ્રવૃતિઓમાં સંડોવાયેલ ઇસમો વિરૂધ્ધ
પાસા દરખાસ્ત કરી તેઓને પાસા હેઠળ અટકાયત કરી જેલમાં મોકલી આપવા
માટે સુચના આપવામાં આવેલ હોય,

ધારી પો.સ્ટે. ના પોલીસ ઇન્‍સ. શ્રી કે. બી. જાડેજા નાઓએ અમરેલી
જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલ ઇસમ વિરૂધ્ધ પાસા અંગે
દરખાસ્ત તૈયાર કરી જે પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓ મારફતે જિલ્લા
મેજીસ્ટ્રેટશ્રી અમરેલી નાઓ તરફ મોકલી આપવામાં આવેલ હોય,

જે અન્વયે અમરેલી જિલ્‍લા મેજિસ્‍ટ્રેટશ્રી વિકલ્પ ભારદ્રાજ
સાહેબનાઓએ નીચે જણાવેલ ઇસમ વિરૂધ્ધ કરવામાં આવેલ દરખાસ્ત માન્ય

રાખતા અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી સી.પી.વાઘેલા નાઓએ નીચે
જણાવ્યા મુજબના ઇસમને પાસા વોરંટની બજવણી કરી પાલરા સ્પેશ્યલ જેલ કચ્છ
– ભુજ ખાતે મોકલી આપવામાં આવેલ.
 પાસા મંજુર થયેલ ઇસમઃ-
દેવચંદ ઉર્ફે કાલો રવજીભાઇ સોલંકી, ઉ.વ.૪૩, રહે.અમરેલી, રોકડીયાપરા,
તા.જિ.અમરેલી.
 કામગીરી કરનાર અધિકારીશ્રી તથા પોલીસ સ્ટાફઃ-
આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી સી.પી.વાઘેલા તથા ધારી
પો.સ્ટે. ના પોલીસ ઇન્‍સ.શ્રી કે.બી.જાડેજા તથા એલ.સી.બી. પો.સ.ઇ.શ્રી
એમ.ડી.ગોહિલ, પો.સ.ઇ.શ્રી જે.ડી.વાઘેલા તથા એલ.સી.બી. ટીમના એ.એસ.આઇ.
કનાભાઇ સાખંટ તથા હેડ કોન્સ. ગીરીરાજસિંહ જાડેજા, મહેશભાઇ મુંધવા તથા
પો.કોન્સ. રમેશભાઇ સીસારા તથા વુ. હેડ કોન્સ. દયાબેન જસાણી તથા
વુ.પો.કોન્‍સ. ધ્રુવિનાબેન સુરાણી, રીનાબેન ધોળકીયા તથા ધારી પોલીસ ટીમ દ્વારા
કરવામાં આવેલ છે.

Related Posts