શ્રી આર.વી.અસારી સાહેબ પોલીસ મહાનિરીક્ષક, ભાવનગર વિભાગ ભાવનગરનાઓએ રેન્જના
જિલ્લાઓમાં ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીઓ તથા પેરોલ જમ્પ કેદીઓ પકડવા ખાસ સુચના આપેલ
હોય જે અન્વયે શ્રી સંજય ખરાત સાહેબ પોલીસ અધિક્ષક, જિ.અમરેલીનાઓ દ્વારા તથા શ્રી જયવીર ગઢવી
સાહેબ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક, જિ.અમરેલીનાઓ દ્રારા જિલ્લાના નાસતા ફરતા આરોપી તથા ફરાર કેદીઓ
પકડવા અસરકારક કામગીરી કરવા જરૂરી માર્ગદર્શન તથા સુચના આપેલ હોય તેમજ શ્રી સી.પી.વાઘેલા
પો.ઇન્સ.સા. એલ.સી.બી. અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ એન.જી.સાપરા પો.સબ ઇન્સ. પેરોલ ફર્લો સ્ક્વોર્ડ
જિ.અમરેલી નાઓના સીધા સુપરવીઝન હેઠળ પેરોલ ફર્લો ટીમ દ્વારા બગસરા પો.સ્ટે.
ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૯૨૬૦૦૪૨/૨૦૨૬ BNS ક.૩૧૬(૨) વિ. મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી
મનુભાઇ નાજાભાઇ સેલાર રહે.મારૂતિનગર, સાવરકુંડલા તા.સાવરકુંડલા જિ.અમરેલી વાળો નાસતો ફરતો હોય
જે બાબતે હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેક્નીકલ સોર્સ મારફતે તપાસ તજવીજ કરાવતા મજકુર આરોપીને
તા.૦૧/૦૫/૨૦૨૬ ના રોજ રાધેશ્યામ ચોકડી, તા.જિ.અમરેલી ખાતેથી હસ્તગત કરી આગળની ઘટતી
કાર્યવાહી કરવા સારૂ બગસરા પો.સ્ટે.ને સોંપી આપવા તજવીજ કરેલ છે.
વિગતઃ- બગસરા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૯૨૬૦૦૪૨/૨૦૨૬ BNS ક.૩૧૬(૨) વિ. મુજબના ગુન્હાના કામે
આરોપીએ બે માસ પહેલા ફરીયાદી ની માલીકીની ફોરવ્હીલ ગાડી ફોર્ડ ઇન્ડીયા પી.વી.ટી. એલ.ટી.ડી. ઇકોસ્પોર્ટ
૧.૫ ડી.એસ.એલ. ટાઇટેનીયમ એમ.ટી. કંપનીની કિ.રૂ. ૫,૫૦,૦૦૦/-ની ગાડી ફરીયાદીની જાણ બહાર શ્રી હરી
જ્વેલર્સ વાળાને આપી ગુન્હો કરેલ હોય જે કામે આરોપી આજદિન સુધી નાસતો ફરતો હતો જે કામે નામ. કોર્ટ
તરફથી આરોપીનું BNSS કલમ ૭૨ મુજબનુ વોરંટ ઇશ્યુ થયેલ.
પકડાયેલ આરોપી:- મનુભાઇ નાજાભાઇ સેલાર ઉ.વ.૬૩ ધંધો.વેપાર રહે.મારૂતિનગર,સાવરકુંડલા
તા.સાવરકુંડલા જિ.અમરેલી
આ કામગીરી શ્રી સંજય ખરાત સાહેબ પોલીસ અધિક્ષક અમરેલીનાઓ તથા શ્રી જયવીર ગઢવી
સાહેબ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક, જિ.અમરેલીનાઓની સુચના અન્વયે તથા શ્રી સી.પી.વાઘેલા પો.ઇન્સ.સા.
એલ.સી.બી. અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી એન.જી.સાપરા પો.સબ ઇન્સ. પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી,
અના.એ.એસ.આઇ. એ.એમ.સોલંકી તથા અના.હેઙકોન્સ. એસ.કે.શેખ એ રીતેના જોડાયેલ હતા.


















Recent Comments