અમરેલી

અપને હી હાથોં અપના આશિયાના ઉજાડના કિસકો અચ્છા લગતા હૈ? વિકાસના પથ પર માનવતા અને કાયદાનો સંગમ; પાલા ધારકોએ સ્વેચ્છાએ દબાણો હટાવવાનું શરૂ કર્યું

વિકાસની લહેરમાં ખુદનું ઘર                          આખું વહાવી દીધું,

ન્યાયને ખાતર અમે અમારું                       જીવતર હટાવી દીધું.

​ભલે છીનવાય રોજી, 

પણ અમે હિંમત નથી હાર્યા,

દુઆ કરજો કે ઈશ્વર રસ્તો                                બીજો કોઈ બતાવી દે.

–“પાંધી સર”

 શહેરમાં છેલ્લા ઘણા સમયથી જેની ચર્ચા હતી તે પાલા હટાવવાની કામગીરીએ હવે જોર પકડ્યું છે. સુપ્રીમ કોર્ટના આદેશ અને મામલતદાર કચેરીની અંતિમ નોટિસ બાદ, સાવરકુંડલાના પાલા ધારકોએ કોઈ પણ જાતના ઘર્ષણ વગર, શહેરના વિકાસ માટે ‘મોટું મન’ રાખીને સ્વેચ્છાએ પોતાની જગ્યાઓ ખાલી કરવાનું શરૂ કરી દીધું છે. રવિવાર સુધીમાં તમામ જગ્યાઓ ખાલી કરવા માટેની કવાયત હાલ તેજ ગતિએ ચાલી રહી છે.

ન્યાયતંત્ર પ્રત્યે અતૂટ શ્રદ્ધા દર્શાવતા પાલા ધારકોએ સુપ્રીમ કોર્ટમાં આપેલા સોગંદનામાનું પાલન કરીને એક આદર્શ નાગરિક તરીકેની ફરજ નિભાવી છે. જોકે, દાયકાઓ જૂની પોતાની રોજીરોટી છીનવાઈ રહી હોવાનો વસવસો પણ તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. વેપારીઓની માગણી છે કે ધારાસભ્યશ્રી અને વહીવટી તંત્ર નવી યોજનામાં તેમની રોજગારીની સુરક્ષા જાળવે અને કોઈ યોગ્ય વૈકલ્પિક આયોજન કરી કાયમી ઉકેલ લાવે.

જ્યારે વર્ષો જૂનો વ્યવસાય વિખેરાતો હોય ત્યારે તે દ્રશ્યો કેમેરામાં કેદ કરવા પણ આકરા લાગે છે. ન્યાયનું પાલન પવિત્ર ફરજ છે, પરંતુ તંત્રએ અંતરાત્માના અવાજને સાંભળીને આ પરિવારોના બાળકોના ભવિષ્યનો વિચાર કરવો જોઈએ. જે રીતે ન્યાયાધીશ સજા સંભળાવ્યા બાદ પેનની નીબ તોડી નાખે છે, તેવી જ સંવેદનશીલતા સાથે સરકાર આ શ્રમિકો અને વેપારીઓ માટે કોઈ મધ્યમ માર્ગ કે વચગાળાનો રસ્તો કાઢે તેવી પ્રાર્થના શહેરભરમાં ઉઠી રહી

Related Posts