અમરેલી

સાવરકુંડલા નગરપાલિકામાં ₹1.36 લાખનો ગાડી ભાડાનો ગોટાળો: વિપક્ષના ચોંકાવનારા આરોપ

સાવરકુંડલા નગરપાલિકાના વહીવટ સામે ગંભીર સવાલો ઊભા થવા પામ્યા છે. પાલિકાના સદસ્ય ધર્મેન્દ્ર મહેતાએ આરટીઆઈ (RTI) દ્વારા મળેલા દસ્તાવેજોના આધારે ₹1,36,080ના ગાડી ભાડાના બિલમાં  ભ્રષ્ટાચાર થયાનો ખુલાસો કર્યો છે.

​ તા. 18/05/2026 થી 30/06/2026 સુધીના સવા મહિનાના સમયગાળાનું ‘નીલકંઠ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ’નું ₹1.36 લાખનું બિલ પાસ કરી દેવાયું છે, જેમાં વાહનનો નંબર કે પ્રકાર દર્શાવવામાં આવ્યો નથી.

​ બિલ નંબર 116, 117 અને 118માં તા. 30/06/2026ના રોજ એક જ દિવસે ગાંધીનગર જવાના બે બિલો દર્શાવાયા છે, જે શંકાસ્પદ છે.

​ ગાંધીનગર, અમરેલી કે જૂનાગઢ જેવા સ્થળોએ કયા કામ માટે પ્રવાસ કરાયો તેની કોઈ જ નોંધ વાઉચરમાં નથી.

​ કાગળ પર વાહનો દોડાવીને પ્રજાના ટેક્સના પૈસાનો દુરુપયોગ કરવામાં આવ્યો હોવાનો આરોપ મૂકી, પાલિકા સદસ્ય ધર્મેન્દ્ર મહેતાએ તમામ પુરાવા સાથે અમરેલી કલેક્ટરશ્રીને લિખિત ફરિયાદ કરી તપાસ અને રકમ વસૂલાતની માંગ કરી છે.

Related Posts