ભાવનગર

ભાવનગર જિલ્લામાં તા.૩ થી ૧૨ સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર લશ્કરી ભરતી મેળા અન્વયે વાહનવ્યવહાર ડાયવર્ઝન અંગેનું જાહેરનામું બહાર પડાયું

ભાવનગર જિલ્લામાં આગામી તા.૦૩/૦૯/૨૦૨૬ થી તા.૧૨/૦૯/૨૦૨૬ સુધી સરદાર સ્પોર્ટસ કોમ્પલેક્ષ, સીદસર
ખાતે લશ્કરી ભરતી મેળાનું આયોજન થનાર છે. જેમાં પ્રતિદિન આશરે ૭૦૦ જેટલા ઉમેદવારો ભાગ લેનાર હોઈ, કોઈ
આકસ્મિક બનાવ ન બને, ભરતી પ્રક્રિયામાં કોઈ ખલેલ ન પહોંચે તેમજ જરૂરી ટ્રાફિક નિયમન જળવાઈ રહે તે હેતુસર
વાહનવ્યવહાર ડાયવર્ટ કરવા અંગેનું જાહેરનામું ભાવનગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એન.ડી. ગોવાણીએ તેમને
મળેલ સત્તાની રૂએ બહાર પાડ્યું છે.
જાહેરનામાં દર્શાવ્યાં મુજબ, ભાવનગર શહેરમાં નિયત કરાયેલાં રસ્તાઓને તા.૦૨/૦૯/૨૦૨૬ થી
તા.૧૨/૦૯/૨૦૨૬ સુધી રોજ રાત્રિના ક.૨૦:૦૦ કલાકથી બીજા દિવસના વહેલી સવારના ક.૦૬:૦૦ કલાક સુધી
વાહનવ્યવહાર ડાયવર્ટ કરવામાં આવ્યો છે.
રાજપથ ચોકડીથી લીલા સર્કલ તરફ જતા તમામ પ્રકારના વાહનો માટે ડાયવર્ઝન :
રાજપથ ચોકડીના ડિવાઈડર કટથી કાનશ્રી પાન થઈ સ્પોર્ટસ કોમ્પલેક્ષ તરફ ગ્રીલ બાર રેસ્ટોરન્ટ (મારૂતિ નંદન
રેસ્ટોરન્ટ) સામેના ડિવાઈડર કટ સુધીના સિંગલ લેન રસ્તાનો અવરજવર માટે ઉપયોગ કરવાનો રહેશે. તેમજ મારૂતિ
નંદન રેસ્ટોરન્ટ સામે આવેલ ડિવાઈડર કટથી લીલા સર્કલ તરફ જવા માટે રેગ્યુલર ફોર લેન રસ્તાનો ઉપયોગ
કરવાનો રહેશે.
આ જાહેરનામાની જોગવાઈમાંથી પોલીસ વિભાગ, મહેસૂલ વિભાગ તેમજ જાહેર સુખાકારી માટે નગરપાલિકા દ્વારા
ઉપયોગમાં લેવાતા વાહનો, જાહેર સેવા માટેનાં સરકારી વાહનો, રાજ્ય વાહન વ્યવહાર નિગમનાં વાહનો, ફાયર
બ્રિગેડ, એમ્બ્યુલન્સ તેમજ ગુજરાત વિદ્યુત બોર્ડનાં ઇમરજન્સી વાહનોને મુક્તિ આપવામાં આવી છે.
જાહેરનામાની અવધિ દરમિયાન વૃદ્ધ, અશક્ત તથા યાત્રિકોને લાવવા/લઈ જવા માટે વાહનોના ઉપયોગની
પરવાનગી સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રી, ભાવનગર સિટી આપી શકશે.
આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર
થશે. જાહેરનામાનો અમલ તથા તેના ભંગ બદલ પગલાં લેવા માટે ફરજ ઉપરના કોઈપણ હેડ કોન્સ્ટેબલ તથા
તેનાથી ઉપરના અધિકારીને અધિકાર રહેશે.

Related Posts