ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે આગામી તા.૦૪/૦૯/૨૦૨૬ના રોજ જન્માષ્ટમી તહેવારની ઉજવણી
તથા ભવ્ય શોભાયાત્રાનું આયોજન થનાર છે. તેમજ તા.૦૩/૦૯/૨૦૨૬ના રોજ સાતમના તહેવાર
અનુસંધાને મોટી સંખ્યામાં માનવમેદની એકત્રિત થવાની શક્યતા છે. આ દરમિયાન વાહનવ્યવહાર સુચારુ
જળવાઈ રહે તે હેતુસર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એન.ડી. ગોવાણીએ મળેલ સત્તાની રૂએ પાલિતાણા
શહેરના નિયત માર્ગો પર વાહનોના પાર્કિંગ ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું છે.
જાહેરનામા અનુસાર, પાલીતાણા ખાતે બજરંગદાસ બાપા ચોકથી એસ.ટી. રોડ, આંબેડકર ચોક, ભૈરવનાથ
ચોક, મેઈન બજાર, છેલ્લા ચકલા, માનસિંહ હોસ્પિટલ, બહારપુરા પુલથી બહારપરા તથા ઘેટી રિંગ રોડ
સુધીના માર્ગોની બંને બાજુએ તા.૦૩/૦૯/૨૦૨૬ ક.૧૭:૦૦ થી તા.૦૪/૦૯/૨૦૨૬ ક. ૨૪:૦૦ સુધી ‘નો
પાર્કિંગ ઝોન’ જાહેર કરવામાં આવ્યો છે.
જાહેરનામાના અમલ તથા તેના ભંગ બદલ જરૂરી કાર્યવાહી કરવા માટે ફરજ ઉપરના કોઈપણ હેડ
કોન્સ્ટેબલ તથા તેનાથી ઉપરના અધિકારીને અધિકાર રહેશે.
જાહેરનામાનો ભંગ કરનાર સામે મુંબઈ પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ હેઠળ શિક્ષા થશે.
જન્માષ્ટમીની ઉજવણી અનુસંધાને પાલીતાણા શહેરના નિયત માર્ગો પર ‘નો પાર્કિંગ ઝોન’ જાહેર















Recent Comments