અમરેલી

રણધીર વિછીયાનું નવું ભક્તિગીત ‘શ્યામને મળવા જાવું’ યુટ્યુબ પર ધૂમ મચાવી રહ્યું છે: તુલસીશ્યામ અને ગીરની સંસ્કૃતિનું અદભુત વર્ણન

​ગીરના ખોળે બિરાજતા ભગવાન શ્યામ અને ગીરની લોકસંસ્કૃતિને વણી લેતું નવું ભક્તિગીત ‘શ્યામને મળવા જાવું’ યુટ્યુબ ચેનલ ‘રણધીર વિછીયા ઓફિશિયલ’ પર રિલીઝ થઈ ચૂક્યું છે. રિલીઝ થતાની સાથે જ આ ગીતને શ્રોતાઓ તરફથી ખૂબ જ સુંદર પ્રતિસાદ મળી રહ્યો છે અને યુટ્યુબ પર આ ગીત ખૂબ ઝડપથી વ્યુઝ મેળવીને લોકપ્રિય થઈ રહ્યું છે.જેમાં 

​ગાંડી ગીરમાં સ્થિત પવિત્ર તુલસીશ્યામ ધામ, જ્યાં ભવ્ય ગરમ પાણીના કુંડ આવેલા છે અને મંદિરની બિલકુલ સામેના ડુંગર પર મા રૂક્ષ્મણીજીનું મંદિર શોભી રહ્યું છે, તેનું ખૂબ જ અદભુત અને ભાવવાહી વર્ણન આ ગીતમાં કરવામાં આવ્યું છે.

​ આ અદભુત ભક્તિગીતના રચનાકાર (લેખક) રણધીરભાઈ વિછીયા છે અને તેમણે પોતે જ પોતાના મધુર અવાજમાં આ ગીત ગાઈને જીવંત બનાવ્યું છે.

​ગીરના નેહડામાં રહેતા ચારણોની આતિથ્યભાવના અને તેમનો આદર્શ પ્રેમ તેમજ સમગ્ર ‘બાબરીયાવાડ’ પ્રદેશ ભગવાન શ્યામના ચરણોમાં શીશ નમાવે છે, તે સંસ્કૃતિની ઝાંખી આ ગીતમાં દર્શાવાઈ છે. ગાંડી ગીરમાં જ્યાં ભગવાન શ્યામ બિરાજમાન છે, ત્યાં જંગલમાં ગુંજતી હાવજ (સિંહ)ની ડણકોનું પણ ગીતમાં બેહતરીન વર્ણન કરવામાં આવ્યું છે.

​ગીરની પ્રાકૃતિક સુંદરતા અને શ્યામના ભક્તિરસથી સભર આ ગીત દરેક સંગીત અને ભક્તિપ્રેમીઓ માટે એક ઉત્કૃષ્ટ ભેટ છે.  ‘રણધીર વિછીયા ઓફિશિયલ’ યુટ્યુબ ચેનલ પર જઈને ચોક્કસ જોવા અને સાંભળવા જેવું છે.

Related Posts