ભાવનગર જિલ્લામાં જુના-નવા મોબાઇલ લે-વેચ કરતા તમામ દુકાનધારકોએ જુના-નવા મોબાઇલ લે-વેચ કરવા
માટે નિયત મુજબના કાયમી રજીસ્ટર ફરજીયાતપણે નીભાવવા અંગેનું જાહેરનામું ભાવનગર અધિક જિલ્લા
મેજિસ્ટ્રેટશ્રી એન.ડી.ગોવાણીએ પ્રસિદ્ધ કર્યું છે.
જાહેરનામાં દર્શાવ્યાં મુજબ, નવા મોબાઈલ માટે દુકાનદાર ડિલરોને નિભાવવાના થતાં રજિસ્ટરોમાં અ.નં, ગ્રાહકનું
નામ, મોબાઈલ નં, સરનામું, પુરાવો (આધાર/પાન કાર્ડ નં.), મોબાઈલ બ્રાન્ડ, મોડલ, IMEI, કિંમત, ચુકવણીની રીત
(ઓનલાઈન/રોકડા), દુકાનદારની સહિ અને ગ્રાહકની સહિ રજીસ્ટરમાં નોંધવાની રહેશે.
તેવી જ રીતે જુના મોબાઈલ માટે દુકાનદાર ડિલરોને નિભાવવાના થતાં રજિસ્ટરોમાં અ.નં, વેચનાર ગ્રાહકનું નામ,
વેચનાર ગ્રાહકનો મો.નં., વેચનારનું સરનામું, પુરાવો/આધાર પાન કાર્ડ નં.), ખરીદનારનું નામ, ખરીદનારનો મો.નં.,
ખરીદનારનું સરનામું, પુરાવો/ આધાર, પાન કાર્ડ નં.), માબાઈલ બ્રાન્ડ, મોડલ, IMEI, કિંમત, દુકાનદારની સહિ,
ખરીદનારની સહિ અને વેચનારની સહિ રજીસ્ટરમાં નોંધવાની રહેશે.
આ જાહેરનામું પ્રસિધ્ધ થયાની તારીખથી દિન-૬૦ સુધી અમલમાં રહેશે.
આ જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.
“જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલના પગલા લેવા માટે હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા ફરજ પરના
અધિકારીશ્રીને અધિકાર રહેશે.”
ભાવનગર જિલ્લામાં જૂના-નવા મોબાઇલની ખરીદી-વેચાણ માટે નિયત મુજબનાં રજીસ્ટર રાખવાનો અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનો આદેશ















Recent Comments