ભાવનગર

ભાવનગરના યુવાનો માટે રોજગારીની નવી તકો સર્જાશે: પ્રસ્તાવિત STPI (સોફ્ટવેર ટેકનોલોજી પાર્ક ઓફ ઈન્ડિયા)પાર્કની પ્રગતિ સમીક્ષા કરતા કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયા

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ
કદમ ઉઠાવતા, ભાવનગર લોકસભા વિસ્તારના સાંસદ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન
જયંતિભાઈ બાંભણિયાની અધ્યક્ષતામાં આજે ભાવનગર ખાતે પ્રસ્તાવિત ‘સોફ્ટવેર ટેકનોલોજી પાર્ક્સ ઓફ
ઈન્ડિયા’ (STPI) સેન્ટરની પ્રગતિ અંગેની એક સમીક્ષા બેઠક ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે યોજાઈ હતી.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય આઈટી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજીએ ભાવનગર મુલાકાત દરમિયાન આઈટી
ક્ષેત્રના વિકાસ માટે ભાવનગરમાં STPI સેન્ટર સ્થાપવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. આ જાહેરાતને
અનુલક્ષીને રાજ્ય સરકાર દ્વારા STPI માટે જમીનની ફાળવણી પણ કરવામાં આવી છે.
આજની બેઠકમાં STPI અને ગુજરાત સરકારના આઈટી (IT) વિભાગના અધિકારીઓ સાથે આ પ્રોજેક્ટની
વર્તમાન સ્થિતિ અને આગામી કાર્યયોજના અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. કેન્દ્રીય રાજ્ય
મંત્રીશ્રીએ STPI પાર્ક પ્રોજેક્ટની કામગીરી સમયસર અને અસરકારક રીતે પૂર્ણ થાય તે માટે જરૂરી
માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ પ્રસંગે મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાએ જણાવ્યું હતું કે, “આ STPI સેન્ટર ભાવનગરને ગુજરાતના
એક ઉભરતા ટેકનોલોજી અને આઈટી હબ તરીકે પ્રસ્થાપિત કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે. આ
પ્રોજેક્ટથી સ્થાનિક આઈટી ઈકોસિસ્ટમ મજબૂત થશે, નવા સંશોધનો અને સ્ટાર્ટઅપ્સને વેગ મળશે તથા
પ્રદેશના સ્થાનિક યુવાનો માટે રોજગારીની વિશાળ નવી તકો ઉભી થશે.”
બેઠકમાં ઉપસ્થિત વરિષ્ઠ અધિકારીઓ: શ્રીમતી સોનલ ભટાવાડેકર – ડાયરેક્ટર, STPI-ગાંધીનગર, શ્રી
કમલેશકુમાર પટેલ – ડેપ્યુટી ડાયરેક્ટર, ICT અને ઈ-ગવર્નન્સ નિયામકની કચેરી, ગુજરાત સરકાર અને
અન્ય અધિકારી હાજર રહ્યા હતા.

Related Posts