રાજુલા-જાફરાબાદ-ખાંભા વિધાનસભા વિસ્તારમાં પૂર્વ ધારાસભ્ય અંબરીષભાઈ ડેર દ્વારા ગણેશોત્સવને લઈને પર્યાવરણ જાગૃતિનો અનોખો સંદેશ આપવામાં આવ્યો હતો. પર્યાવરણને નુકસાન ન થાય અને ગણેશ ઉત્સવ દરમિયાન લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધે તે હેતુથી માટીમાંથી બનાવવામાં આવેલી ઈકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય અંબરીષભાઈ ડેર તથા તેમના મિત્રોના સહયોગથી કુલ 151 જેટલી ઈકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓ તૈયાર કરાવી લોકોમાં વિતરણ કરવામાં આવી હતી. મૂર્તિઓ લેવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
સામાન્ય રીતે ગણેશોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં મૂર્તિઓની સ્થાપના કરવામાં આવે છે. મૂર્તિ વિસર્જન બાદ કેટલીક મૂર્તિઓમાં વપરાતા સામગ્રીના કારણે પાણી અને પર્યાવરણ પર વિપરીત અસર થવાની ચિંતા રહે છે. ત્યારે માટીની મૂર્તિઓના ઉપયોગને પ્રોત્સાહન આપીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ પહેલ દ્વારા ગણેશ ભક્તોને ભક્તિની સાથે પર્યાવરણની જવાબદારી નિભાવવાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. માટીની ઈકો-ફ્રેન્ડલી મૂર્તિઓના ઉપયોગથી પર્યાવરણને ઓછું નુકસાન થાય અને લોકોમાં પણ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવાયું હતું.
કાર્યક્રમમાં ઉપસ્થિત લોકો દ્વારા પણ આ પહેલને આવકારવામાં આવી હતી. ગણેશોત્સવ જેવા લોકપ્રિય ધાર્મિક પર્વ સાથે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ જોડાય તે દિશામાં આ પ્રયાસને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
આ અંગે અખબારી યાદીમાં ધર્મેશ બારૈયાએ જણાવ્યું હતું કે, પૂર્વ ધારાસભ્ય અંબરીષભાઈ ડેર દ્વારા પર્યાવરણને નુકસાન ન થાય અને લોકોમાં પર્યાવરણ જાગૃતિ વધે તે હેતુથી 151 જેટલી ઈકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

















Recent Comments