ગુજરાત

અમદાવાદમાં KYCના નામે ૫.૮૪ લાખની ઠગાઈ


સામાન્ય રીતે કોઈપણ કંપની કેવાયસી માટે ઓનલાઈન કામગીરી કરતી નથી, અમુક કંપની આવુ કરવાનુ કહે તો તેની સ્થાનિક ઓફીસનો સંપર્ક કરવો જાેઈએ પછી પ્રોસેસ કરવી જાેઈએ. કેવાયસી કરવા માટે બેંક ખાતાની વિગતો કોઈને આપવી જાેઈએ નહીં. અજાણ્યા નંબર પરથી આવતા મેસેજથી સાવચેત રહેવંુ જાેઈએ અને ગુગલ પરથી કંપનીનો નંબર લેતા પહેલા પણ સાવચેતી રાખવી જરૂરી છે.વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતા સીનીયર સિટીઝનને પેટીએમ અપડેટ નહીં કરવામાં આવે તો એકાઉન્ટ બંધ થઈ જશે તેવો મેસેજ મોકલી પેટીએમ અપડેટ કરવાના નામે સાયબર ગઠિયાએ રૂપિયા ૫.૮૪ લાખ પડાવી છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો હતો. આ અંગે સિનિયર સિટીજને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

તક્ષશિલા ટાવરમાં રહેતા અને હાલ નિવૃત જીવન ગુજારતા અતુલભાઈ દવે(૬૧)ના મોબાઈલ પર એક મેસેજ આવ્યો હતો જેમાં જણાવ્યું હતું કે, તમારૂ પેટીએમ એકાઉન્ટ એક્સપાયર થઈ ગયુ છે અને તેની વેલિડિટી પૂરી થઈ ગઈ છે, તો મહેરબાની કરીને કસ્ટમરકેરમાં ફોન કરો. જેથી અતુલભાઈએ આપેલા નંબર પર ફોન કરતા સામેથી દિપક શ્રીવાસ્તવ નામના વ્યકિતએ પોતે પેટીએમ ના કર્મચારી હોવાનું કહી જણાવ્યું હતું કે તમારે પેટીએમનવો કેવાયસી અપડેટ કરાવવાનું છે અને નવેસરથી રજીસ્ટર્ડ કરાવવુ પડશે. જેથી અતુલભાઈએ તે અંગેની પ્રોસેસ કરતા તેમના એકાઉન્ટમાંથી ૨૦ હજારના ૪ ટ્રાન્જેક્શન થઈને પૈસા કપાઈ ગયા હતા. બીજા દિવસે ફરીથી અતુલભાઈના એકાઉન્ટમાંથી ૫૦ હજાર રૂપિયાન ૪ અને ૨૫ હજારના અલગ અલગ ટ્રાન્જેક્શન થઈને ખાતામાંથી કુલ રૂ.૫.૮૪ લાખ કપાઈ ગયા હતા. આ અંગે અતુલભાઈએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ છે.

Related Posts