અમરેલી

જીલ્લા પંચાયત ના બાંધકામ સમિતિ ના ચેરમેન શ્રી પુનાભાઈ ગજેરા દ્વારા આપેલ પ્રેસ નોટ નો રદિયો આપતા હાર્દિકભાઈ કાનાણી

અમરેલી જીલ્લા નાં સાવરકુંડલા અને લીલીયા તાલુકા ના નોન પ્લાન રોડ માટેનાં અમરેલી જીલ્લા પંચાયત હસ્તક નાં રોડ સાસંદ શ્રી તેમજ પુનાભાઈ ગજેરા ના હસ્તે ખાત મૂહર્ત કરવામાં આવેલ અને મોટી મોટી જાહેરાત ના ભાગ રૂપે પ્રેસનોટ આપીને લોકો ને ભોળવી રહ્યા છે.         ખરેખર પુનાભાઈ ગજેરા કે જેઓ બાંધકામ સમિતિ નાં ચેરમેન પદ પર હોઈ તેમનો ખોટો જસ ખાટવા માટે પ્રેસ નોટ માં વિગતો વર્ણવી છે તે તદન વાહિયાત છે ખાતમૂહર્ત કરતા પહેલા પોતાની જવાબદારી શું હોઈ અને ધારાસભ્ય શ્રીની જવાબદારી ના ભાગ રૂપે કઈ કઈ કામગીરી સરકાર શ્રી પાસેથી મંજુર કરાવતા હોઈ તેમનો પ્રથમ તો ખ્યાલ જ નથી માત્ર જસ કઈ જગ્યાએ મળે તેટલું તેમના માટે કાફી હોઈ છે. સરકાર કોઈ પણ હોઈ પણ દરેક ધારાસભ્ય ને તેમના વિસ્તાર નોન પ્લાન, રિકાર્પેટ, સુવિધાપંધ, રોડ પહોળા કરવા અને નાળા વગેરે નાં કામો માટે ધારાસભ્ય વાઇઝ માંગણી મિનિસ્ટર મંગાવે જેથી નિતીનભાઈ રોડ ની માંગણી મંગાવી હતી જેથી ધારાસભ્ય દ્વારા તા. 28/09/2019 ના રોજ માંગણી કરેલી હતી અને  ધારાસભ્ય શ્રીને રૂબરૂમાં બોલાવીને પોતાના મત વિસ્તાર નાં અગત્યના રોડ ની સમીક્ષા કરી ને તેમની નોધ લેવામાં આવતી હોય છે અને ત્યાર બાદજ આવા રોડ ના જોબ નંબર મળતા હોઈ છે અને પુનાભાઈ નિતીનભાઈ અથવા પૂર્ણશભાઈ મોદીને ટેલિફોનિક પણ કઈ રીતે મંજૂરી મળે તે જાણી શકો છો.  

જો આપશ્રીને લોકોના કામજ કરવા હોઈં તો જ્યારે ભાજપ નાં ધારાસભ્ય હતા ત્યારે શા માટે આ રોડ બનવા નાં પામ્યા? તેમજ સાસંદ શ્રી જવાબદારી નાં ભાગ રૂપે નેશનલ હાઈવે , નાવલી રોડ કે અત્યારે ખુબજ ખરાબ હાલતમાં છે જે રોડ ઘણા સમય થી નવો બનાવવો જરૂરી છે તે રોડ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી પરંતુ જયારે કોઈ ધારાસભ્ય દ્વારા મંજુર થયેલ કામો હોઈ તેમના જસ ખાટવા જલ્દીથી પોતાની સતા અને મગરૂમી થી ખાત મૂહર્ત કરવા પોતાની જવાબદારી શું છે? તે ભૂલીને હાથમાં ત્રિકમ લઈને ફોટો શૂટ કરીને લોકોને ગુમરાહ કરવામાં આવતા હોઈ છે. જીલ્લા પંચાયત ના બાંધકામ સમિતિ ના ચેરમને શ્રી ને પ્રશ્ન છે કે તમો બાંધકામ સમિતિ ના ચેરમન બનતા નોન પ્લાન રોડ ની મસમોટી રકમ નાં રોડ તમારા હસ્તે મંજુર થઇ શકે કે કેમ જો હા તો આપના દ્વારા કેવા પ્રકાર ના રોડ માટે કઈ કઈ જગ્યાએ દરખાસ્ત કરી અને જોબ નબર મેળવી લાવ્યા તેમની વિગતો જાહેર જનતાને આપો. આપના દ્વારા જે ખાત મૂહર્ત કરવામાં આવેલ છે તે રોડ ધારાસભ્ય શ્રી ના સરકાર શ્રી ની મળતી અલગ વિકાસ નાં કામ અર્થેની ગ્રાન્ટ માથી મંજુર થયેલ હોય જેથી આપની સરકાર કે કાર્યકર્તાઓ ગુજરાતી કહેવત ને સાર્થક કરી રહી હોઈ તેવું લાગી રહ્યું છે “ ગાડા હેઠળ કુતરું ચાલતું હોઈ તે તેમને એમ કે ભાર હું ઉપાડું છું” આ લોકોને ખોટી રીતે ભરમાવાનું રહેવા દો અને આપની જવાબદારી મુજબ જે કામો છે તેમને પૂર્ણ કરો તેવી હાર્દિકભાઈ કાનાણી દ્વારા પ્રેસનોટ નો વળતો પ્રહાર  આપવામાં આવ્યો છે.

Related Posts