fbpx
ગુજરાત

અમદાવાદ એરપોર્ટમાં નવા ૧૫ એરોબ્રિજ બનાવાશે

અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ડોમેસ્ટિક એરપોર્ટ પર દિનપ્રતિદિન વઘી રહેલા પેસેન્જરોની સંખ્યાને ધ્યાનમાં રાખીને ટુંક સમયમાં એરપોર્ટની કાયાપલટ કરવામાં આવશે. દેશના અન્ય એરપોર્ટની જેમ અમદાવાદ એરપોર્ટ પર મુસાફરો સરળતાથી આવનજાવન કરી શકે તે માટે ફલોર મુજબ ઉપરની બાજુએ ડિપાર્ચર અને નીચેની બાજુએ એરાઇવલ એરિયા ઉભો કરાશે. જે સંલગ્ન ડોમેસ્ટિક એરપોર્ટ આવનારા સમયમાં કેવુ લાગશે તેની એક બ્લુપ્રિન્ટ ડિઝાઇન પણ તૈયાર કરી દેવામાં આવી હોવાનું વિશ્વસનીય સુત્રોએ જણાવ્યુ છે. ડોમેસ્ટિક એરપોર્ટ પર પ્રતિદિન ૧૫૦થી વધુ ફલાઇટોના સંચાલનમાં ૨૦ હજાર મુસાફરોની આવનજાવન છે. હવે કોરોના ઓસરી જતાં આગામી સમયમાં ડોમેસ્ટીક મુસાફરોની સંખ્યામાં બમણો વધારો થશે.

આવી સ્થિતીને પહોંચી વળવા આગામી બે-ત્રણ વર્ષમાં ડોમેસ્ટિક એરપોર્ટનું ચિત્ર બદલી નાંખવા નવા પ્લાન સહિતની કામગીરી શરૂ કરી દેવાઇ છે. સુત્રોના જણાવ્યા મુજબ હાલમાં ટર્મિનલ-૩ ડોમેસ્ટિક કાર્ગો માટે બનાવાયુ છે તે આગામી સમયમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લઇ જવાશે આ કાર્ગો ટમનલને હાલના ડોમેસ્ટિક સાથે મર્જ કરી લંબાવવામાં આવશે. એરપોર્ટ પર હાલમાં ચાર એરોબ્રિજના બદલે નવા ૧૫ એરોબ્રિજ બનાવાશે. એરપોર્ટ પર આવનારી મેટ્રોને ટર્મિનલ સાથે કેવી રીતે લીન્ક કરવી તેનુ ખાસ ધ્યાન રાખી મુસાફરો માટે નવા ગેટનું પણ નિર્માણ થશે. આ નવા ફેરફારો સાથે ટર્મિનલ આગામી વર્ષ ૨૦૨૪-૨૫ સુધી મુસાફરો માટે શરૃ કરી દેવાનું આયોજન છે.

હાલમાં ડોમેસ્ટિક ટર્મિનલમાં જગ્યા ઉભી કરવી એક ચેલેન્જ હોવાથી થોડા સમય પહેલા એરલાઇન કંપનીઓની ઓફિસો ખસેડી ઉપર લઇ જવામાં આવી હતી. આ ઉપરાંત ટમનલમાં ચેકઇન કાઉન્ટર વધારવા સહિત સિક્યોરિટી એરિયામાં જાેઇએ તેટલી જગ્યાનો અભાવ હોવાથી પીકઅવર્સમાં મુસાફરોને ભારે હાલાકી વેઠવી પડે છે. સિક્યોરિટી એરિયામાં મેટલ ડિટેક્ટર ગેટ સહિત એક્સ-રે સ્ક્રીનીંગ પણ વઘારવામાં આવશે પરંતુ ટમનલમાં ખાસ કરીને સિક્યોરિટી ચેકઇનમાં લાગતી લાંબી લાઇનોને કારણે સ્પાઇસજેટ અને વિસ્તારાની ડોમેસ્ટિક એરલાઇનોને ઇન્ટરનેશનલ ટર્મિનલ પરથી ઓપરેટ કરવા નક્કી કરાયુ છે.જેથી ડોમેસ્ટિક ટમનલમાં પ્રતિદિન ૩૮ જેટલી ફલાઇટોનું ભારણ ઘટશે. ટર્મિનલમાં ખાલી જગ્યાનો ઉપયોગ કરાશે જરૂર જણાશે ત્યાં તોડફોડ કરી રિફરબીશમેન્ટ કરવા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts