મોટાભાગના લોકો ભાખરવડી ઘરે બનાવતા હોય છે. ભાખરવડી ચા અને કોફી સાથે ખાવાની બહુ જ મજા આવે છે. આમ, જો તમે ભાખરવડી ઘરે બનાવવા ઇચ્છો છો તો આ રેસિપી નોંધી લો તમે પણ…
સામગ્રી
1 કપ ચણાનો લોટ
1 કપ ઘઉંનો લોટ
2-3 મોટી ચમચી તેલ
સુકા લાલ મરચા
હળદર
ખાંડ
વરિયાળી
જીરું
મીઠું
તેલ
ખસખસ
આખા ઘાણા
સૂકા નારિયેળનું છીણ
ગરમ મસાલો
આમચુર પાઉડર
બનાવવાની રીત
- ભાખરવડી બનાવવા માટે સૌ પ્રથમ ચણાના લોટ અને ઘઉંના લોટને મિક્સ કરીને મીઠું અને તેલ નાંખીને એનો કડક લોટ બાંધી લો.
- ત્યારબાદ આ લોટ પર ભીનું કપડું રાખીને ઢાંકી દો.
- પછી ભાખરવડીની અંદર ભરવાનો મસાલો તૈયાર કરવા માટે મિડીયમ ગેસ પર પેન ગરમ કરવા મુકો.
- પેન ગરમ થાય એટલે એમાં વરિયાળી, જીરું, સુકા લાલ મરચા, આખા ધાણાં નાંખીને શેકી લો અને એને પ્લેટમાં કાઢીને ઠંડા થવા દો.
- હવે આ મસાલો ઠંડો પડે ત્યાં સુધી પેનમાં તલ, ખસખસ, નારિયેળનું છીણ નાંખીને એને શેકી લો.
- એક પ્લેટમાં આ મિશ્રણ કાઢીને ગેસ બંધ કરી દો.
- આ બન્ને ઠંડુ પડે એટલે બધુ ભેગું કરીને એમાં ખાંડ, મીઠું, આમચુર પાઉડર, હળદર અને ગરમ મસાલો નાંખીને એને મિક્સરમાં કરકરો પીસી લો.
- તો તૈયાર છે ભાખરવડી બનાવવાનો મસાલો.
- હવે આ સામગ્રી અને લોટને ત્રણ સરખા ભાગમાં વહેંચી લો.
- લોટના પહેલા ભાગમાંથી થોડી મોટી રોટલી વણી લો અને પછી એની પર થોડુ પાણી લગાવી દો.
- રોટલી પર તૈયાર કરેલો મસાલો સરખા ભાગમાં ફેલાવી દો.
- મસાલો ફેલાઇ જાય પછી રોટલીમાંથી રોલ તૈયાર કરી લો.
- આ રોલ બની જાય એટલે બન્ને બાજુ થોડુ પાણી લગાવીને રોલને ચોંટાડી દો, એટલે રોલ ટાઇટ બને.
- આમ, આ બધા રોલ થઇ જાય પછી ચપ્પુથી સરખા નાના-નાના ભાગ કરી લો અને ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તળો.
તો તૈયાર છે ભાખરવડી.



















Recent Comments