અમરેલી આઈટીઆઈ ખાતે ટાટા મોટર્સ લી. અમદાવાદ દ્વારા એપ્રેન્ટીસ તેમજ કંપની ટ્રેઈની (રોજગાર)ની ભરતીમાં ૩૦૦ જગ્યા માટે ભરતીમેળાનું આયોજન તા. ૪-૦૪-૨૦૨૨ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે કરવામાં આવ્યું છે. જેમાં એપ્રેન્ટીસ માટે ૨૦૨૦ અને ૨૦૨૧ પાસઆઉટ તાલીમાર્થીઓને લાયકાત આઈટીઆઈ– ડીઝલ મિકેનિક, ફીટર, મોટર મિકેનિક, વાયરમેન, વેલ્ડર, મશીનીષ્ટ, ટર્નર, ઇન્સટ્રુમેન્ટ મિકેનિક, પેઈન્ટર, ઈલેક્ટ્રીશ્યન, તથા અન્ય મીકેનીકલ ટ્રેડ તેમજ કંપની ટ્રેઈની માટે ૨૦૧૬,૨૦૧૭,૨૦૧૮,અને ૨૦૧૯ આઈટીઆઈ પાસઆઉટ ઉમેદવારોને લાયકાત (કોઈપણ ટ્રેડ) તથા ૧ વર્ષનો અનુભવ ધરાવતા મહિલા અને પુરુષ એમ બંને ઉમેદવારોએ જરૂરી ડોક્યુમેન્ટ સાથે હાજર રહેવા એક યાદીમાં જણાવાયું છે.
અમરેલી આઈટીઆઈ ખાતે ૪ એપ્રિલના ૩૦૦ જગ્યાઓ માટે ભરતીમેળાનું આયોજન
















Recent Comments