ગુજરાત

કોગ્રેસના આગેવાનો કહેતા 370 અને 35એ કલમ ને “મોદી સાહેબ છુ ના મત, ખુન કી નદીયા બહેગી” – CR પાટિલના કોંગ્રેસ પર પ્રહાર

ભાજપના સ્થાપના દિન પર ગુજરાતમાં ખાસ કરીને વિવિધ કાર્યક્રમો થકી એક શકતી પ્રદર્શન નું આયોજન કરાયું છે. તેમાં પણ આગામી વિધાનસભાની ચુંટણીઓ ને ધ્યાનમાં રાખી આજની વિવિધ સભાઓની અંદર સી.આર. પાટીલ દ્વાર કોંગ્રેસ પર આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે   પાટીલે ઉત્તર ગુજરાતમાં જન સભાને સંબોધતા કહ્યું કે, પહેલા આપણા મેનિફેસ્ટોમાં રામ મંદિરનું નિર્માણ કરવું ,કલમ 370 અને 35એ ની કલમ રદ કરીશું તે જણાવ્યું હતું. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને પણ આ કામ પુર્ણ થશે કે નહી તે અંગે શંકા હતી પરંતુ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબ વડાપ્રધાન બન્યા પછી તરત જ આપેલા વચનો પુર્ણ કરવાની દિશામાં કામ શરૂ કર્યુ      

કોર્ટ દ્વારા રામ મંદિર બનાવવાનો હુકમ થયો અને ખુબ ધીરજથી કામ કર્યુ પરંતુ જો કોંગ્રેસ હોત તો સુપ્રિમ કોર્ટના ઓર્ડર પછી બે કોમ વચ્ચે ઝગડો કરાવ્યો હોત અને મંદિરનું નિર્માણ પાછુ ઠેલવ્યું હોત. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબે દેશના તમામ જ્ઞાતીના નેતાઓને ભેગા કર્યા તેમની સાથે ચર્ચા કરી તેમને વિશ્વાસમાં લીધા અને ત્યાર પછી રામ મંદિરનું નિર્માણ શરૂ કર્યું અને 2024 સુધીમાં રામ મંદિરનું નિર્માણ પુર્ણ થવાનું છે. દેશના લોકોની અપેક્ષા હતી કે દેશમાં અયોધ્યામાં શાંતીથી રામ મંદિરનું નિર્માણ થાય તેને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ખુબ સરસ રીતે પુર્ણ કર્યું.     

 સી.આર.પાટીલ સાહેબે વધુમાં જણાવ્યું કે,કોગ્રેસના કેટલાક આગેવાનો કહેતા 370 અને 35એ કલમ ને મોદી સાહેબ છુ ના મત ખુન કી નદીયા બહેગી. આ કલમને દુર કરવાનું બેડુ આપણા દેશના ગૃહમંત્રી અમિતભાઇ શાહ સાહેબ ઉપાડયું અને એક જ દિવસમાં રાજયસભા અને લોકસભામાં સંપુર્ણ બહુમતી સાથે આ બીલને મંજૂર કરાવ્યું.  

  “ખૂન કી નદીયાતો બહુ ત દુર કી બાત હે ખુન કી એક બુંદ ભી નહી ગીરી, એક ગોલીભી નહી ચલી” અને સંપુર્ણ શાંતીથી કામ પુર્ણ થયું એ એટલા માટે થયું કેમ કે જમ્મુ કાશ્મીરના લોકો ઇચ્છતા હતા કે કલમ 370 અને 35એ દુર થાય અને અંખડ ભારત સાથે તેઓ જોડાઇ. જમ્મુ કાશ્મીરના લોકોની ઇચ્છા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ગૃહમંત્રી અમિતભાઇ શાહ સાહેબે પુર્ણ કરી.

Related Posts