અમરેલી

આ કોઈ ડમ્પીગ સાઈડ નથી પણ દામનગર શહેર માં આવેલી કાળુભાર પાણી પુરવઠા ની ઓફિસ નો રેકડ રૂમ છે

દામનગર સહિત ખારાપાટ વિસ્તાર ના ગ્રામ્ય માટે બનેલ કાળુભાર પાણી પુરવઠા બોર્ડ ની ઓફિસ ની આ તસવીરો છે  ગુલાંટ બાજ કર્મચારી ની બેદરકારી નો નમૂનો છે વર્ષો થી કોન્ટ્રક પ્રથા થી પાણી પુરવઠા નું સંચાલન થતું હોય તો આ ગુલાંટ બાજ ને પગાર શા માટે ? ૨૦-થી ૨૫ વર્ષ વગર નોકરી એ પગાર મેળવી પોતા મળતીય ને મીઠા પીવા ના પાણી લાઈનો ની લ્હાણી કોની કૃપા એ કરાય એક સમયે નંદનવન ગણાતી પાણી પુરવઠા કચેરી ઉકરડા માં ફેરવાય કોઈ કર્મચારી પાણી પુરવઠા કચેરી એ આવતા જ નથી પોતા ના અંગત વેપાર ધંધા માં રચ્યા પચ્યા કર્મચારી ઓની ઓફિસ માં સ્ટોર કીપર કોણ ?

આટલી મોટી કચેરી નો તમામ ઇમલો ખાનગી રીતે મળતીય સગા સબંઘી ઓને લ્હાણી કરી અપ્રમાણસર ની મિલ્કતી ઉભી કરી લેનાર કાળુભાર પાણી પુરવઠા બોર્ડ ની ઓફિસ કોઈ ડમ્પીગ સાઈડ હોય તેમ લાગી રહ્યું છે  રેકર્ડ જાળવણી ની આ તસવીરો કર્મચારી ના કુકર્મ નો નમૂનો છે સરકારી કચેરી નું રેકર્ડ આ રીતે નિભાવી રહ્યા છે કામચોર કર્મચારી ઓ ટ્રક મોઢે સિમેન્ટ પથ્થર બની ગઈ લાખો ઈંટો સગેવગે કરી ધનકુબેર થયેલ કાળુભાર પાણી પુરવઠા બોર્ડ ના કળા કરતા મોર સામે કોઈ પગલાં નથી લેવાતા રાજકીય નેતા આશીર્વાદ છે ગુલાંટ બાજ કર્મચારી ઉપર કોઈ ઉચ્ચયરીય તપાસ આવે એટલે પઢાવેલ પોપટ જેમ એકાએક હાજર થઈ જતા ગુલાંટબાજ વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લેવા જાગૃત નાગરિકે લેખિત ફરિયાદ કરી જોઈ એ

તંત્ર કોને આશીર્વાદ આપે છે વારંવાર ઉઠતી ફરિયાદો  ધારાસભ્ય અને સાંસદ સભ્ય આ બધું જાતે છે પણ સ્થાનિક નેતા ઓની રૂકજાત ની કૃપા કર્મચારી ઓની હાજરી માટે નું બાયો મેટ્રિક એટેન્ડેન મશીન વારંવાર ઉંદર ખોટવી નાખતા હશે રેકર્ડ રૂમ જોતા લાગી રહ્યું છે ઉંદર ખૂબ મોટા હશે 

Follow Me:

Related Posts