ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા માટે નોટીસ ફટકારવામાં આવી હતી, ગુજરાત હાઉસિંગ બોર્ડે કરેલો નિર્ણય હાલ પૂરતો મોકુફ રાખવામાં આવ્યો છે. હાઉસિંગ બોર્ડના વસાહતોમાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાનો નિર્ણય મોકુફ રાખવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અને સીએમ ભૂપેન્દ્ર પટેલને આ અંગે રજૂઆત કરવામાં આવી હતી. વસાહતોમાં અગાઉ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા માટે આ રજૂઆત કરવામાં આવી હતી.
અગાઉ આવાસને લઈને આવાસના માલિકો દ્વારા જે રજૂઆત કરવામાં આવી હતી તેનો સાનુકૂળ પ્રતિસાદ તેમને મળ્યો છે. જેથી આગામી સયમાં પુરતો અભ્યાસ કર્યા બાદ જ નિર્ણય લેવામાં આવશે.
મહત્વપૂર્ણ છે કે, હાઉસિંગ બોર્ડમાં 1 લાખ માલિકોમાંથી વધારાનું બાંધકામ દૂર કરવા માટે 80 હજાર જેટલા માલિકોને નોટીસ ફટકારવામાં આવી હતી. જેમાંથી મિલકત ધારકોને આ નોટીસ ફટકારવામાં આવી છે. આ સમગ્ર મામલો ધ્યાન પર આવતા રાજ્ય સરકારે મોટો નિર્ણય કરી આ કાર્યવાહી પર હાલ પુરતો રોક લગાવ્યો છે. આગામી દિવસો માં સર્વે પૂર્ણ થયા બાદ જ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાત હાઉસિંગ બોર્ડે કરેલો નિર્ણય હાલ પુરતો મોકુફ રાખવામાં આવતા ઘણા માલિકોને રાહત મળી છે પરંતુ ગેરકાયદેસર બાંધકામ આ પ્રકારના શહેરમાં ખૂબ જ વધી ગયા છે


















Recent Comments