નગરપાલિકાના સાવરકુંડલા શહેરમાં આવેલ વોર્ડ નંબર પાંચમાં આવેલા શ્રીજી નગર વિસ્તારની એક શેરીના રહીશો હાલ ગટર ભરાવાની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. દર અઠવાડિયે ઉભી થતી આ વિકટ સમસ્યા અંગે સ્થાનિક રહીશોએ નગરપાલિકાના સદસ્ય અશોકભાઈ ખુમાણ સમક્ષ પોતાનો ઉગ્ર આક્રોશ અને હૈયા વરાળ ઠાલવી છે.
એક જાગૃત રહીશે વેદના વ્યક્ત કરતા સીધો સવાલ કર્યો છે કે, *”અશોકભાઇ, આ સમસ્યાનો કાયમી ઉકેલ આવશે કે નહીં? દર વખતે માત્ર ટેમ્પરરી કામ જ થાય છે અને અઠવાડિયામાં પાછી એ જ સ્થિતિ ઉભી થઈ જાય છે. જો કાયમી ઉકેલ થવાનો હોય તો જ કહો!”*
જો કે, અશોકભાઈ ખુમાણની પાર્ટી નગરપાલિકામાં સત્તામાં ન હોવાથી સત્તાધારીઓ પાસેથી કામ કઢાવવું એ લોઢાના ચણા ચાવવા જેવું સાબિત થઈ રહ્યું છે, જેના કારણે તેમની પણ મજબૂરી હોઈ શકે. પરંતુ જનતાની ધીરજ હવે ખૂટી રહી છે. નગરપાલિકા તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય તપાસ અને સ્થળ નિરીક્ષણ કરી આ પ્રશ્નનું કાયમી ધોરણે નિવારણ લાવવામાં આવે તેવી શ્રીજી નગરના આ વિસ્તારના રહીશોની પ્રબળ લોકમાંગ છે.

















Recent Comments