તા. 27/૦૬/૨૦૨૬ તેમજ તા. ૨૮/૦૨/૨૦૨૬ના રોજ એમ બે દિવસ લીલીયા મોટા ના અંટાળીયા મહાદેવ ખાતે રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન નીશિબિર નું આયોજન કરવામાં આવેલ જેમાં શ્યામલાલ પુરોહિત ભીલવાડા રાજસ્થાન મોહનભાઈ ડાંગર, જયપુર રાજસ્થાન જયંતીભાઈ ભાટિયા પ્રદેશ અધ્યક્ષ, હસમુખલાલ ચાંદ્રેડીયા હરિશભાઈ મશતભાઈ રામ જૂનાગઢ દાનુભાઈ ખુમાણ જિલ્લા સંગઠન અમરેલી દ્વારા શિબિરમાં કોંગ્રેસના ઈતિહાસ સ્વતંત્રતા ની લડાઈ રાષ્ટ્રના વિકાસમાં કોંગ્રેસ દ્વારા કરેલા કામો ભારતના વિકાસની ઉજવવળ ગાથાનું વર્ણન કરેલ તેમજ ગાંધીજી, સરદાર પટેલ, નહેરુજી, આંબેડકર મોલાના આઝાદ સુભાષચંદ્ર બોઝ તેમજ અનેક શહીદો નો ભારત માતા ની આઝાડિયા ફાળો વગેરે વિવિધ વિષયો પર ચણાવટ કરેલ તેમજ કોંગ્રેસ કાર્યકર ના ઘડતર માટે વિવિધ સૂચનો,કરેલ સત્ય, નિષ્ઠા,પ્રામાણિકતા તથા સર્વે ધર્મ એકતા વિષે કાર્યકરોને માર્ગદર્શન તેમજ સમજણ આપેલ 125 વર્ષ જુના કોંગ્રેસ પક્ષ તેમજ ભારતના વિકાસની ગાથા સમજાવેલ
આ તકે તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપ પ્રમુખ તેમજ તાલુકા પંચાયત ના સદસ્યો, ગ્રામ પંચાયત ના સરપંચ શ્રીઓ તેમજ કોંગ્રેસ પક્ષાના વિવિધ ફ્રન્ટ ના આગેવાનો સાવરકુંડલા, લીલીયા ધારી, જાફરાબાદ, વગેરે તાલુકાના કોંગ્રેસ કાર્યકરતા હાજર રહેલ બે દિવસ સુધી અંટાળીયા મહાદેવ ખાતે રાત્રી રોકાણ કરીને અનેક સાંસ્કૃતિક કાર્યકમો દ્વારા કાર્યકર્તા નું ઘડતર કરવા જહેમત ઉધાવેલ
ત્યારબાદ સમાપન માં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાત દ્વારા શિબિરમાં હાજર રહેલ કોંગ્રેસ કાર્યકર્તાઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ તેમજ રાષ્ટ્રગાન તેમજ વૈષ્ણવજન ભજન ગાયન ગાયને આ કાર્યકમ નું સમાપન કરવામાં આવેલ જેમાં ૨૫૦ ઉપરાંત ના કાર્યકર્તાઓએ ભાગ લીધેલ હતો આ શિબિર દાનુભાઈ ખુમાણ આગેવાન હેઠળ યોજવામાં આવી હતી જેમાં તાલુકાના કોંગ્રેસ પ્રમુખ અને કોંગ્રેસ ના આગેવાનો હાજર રહ્યા હતા જેની યાદી નીતિનભાઇ ત્રિવેદી અખબાર યાદી આપેલ છે.

















Recent Comments