ભાવનગર જિલ્લામાં પ્રાથમિક શાળાના શિક્ષકો માટે શિક્ષક કલ્યાણનિધિ કાર્યરત છે.
ભાવનગર જિલ્લામાં નોકરી કરતા હોય અને ચાલુ નોકરીએ અવસાન પામેલ હોય તેમજ કલ્યાણનિધિના સભાસદ હોય તેવા શિક્ષકોના વારસદારોને આ સહાય મળવાપાત્ર છે.
ભાવનગર જિલ્લામાં કોઈ પણ તાલુકામાં પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી કરતા હોય અને ચાલુ નોકરી દરમિયાન કોઈપણ પ્રકારે અવસાન થયેલ હોય તેવા શિક્ષક ભાવનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક કલ્યાણ નિધિના સભાસદ બનેલા હોય તેમજ તેમણે નિયુક્ત કરેલા તેના વારસદારને મરણોત્તર સહાય પેટે ₹25,000 ચૂકવવાના થાય છે.
ભાવનગર જિલ્લામાં આવા કોઈ પ્રા. શિક્ષક ચાલુ નોકરી દરમિયાન અવસાન પામ્યા હોય અને જે તે સમયે મરણોત્તર સહાયના નાણા ચુકવાયા હોય નહીં , તેમના વારસદારે સહાયના નાણાં મેળવવા માટે કલ્યાણ નિધિના સભાસદ બન્યાની અસલ રસીદ તેમજ અવસાન પામેલા શિક્ષકનું મરણનું અસલ પ્રમાણપત્ર જે તે તાલુકાના પ્રતિનિધિને પહોંચતું કરવા કલ્યાણનિધિના પ્રમુખ ભરતભાઈ પંડ્યા બગદાણાની યાદીમાં જણાવ્યું છે.

















Recent Comments