અમરેલી

ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડો જીવરાજ મહેતાની 135મી જન્મજયંતીની ઉજવણી કરાઈ

અમરેલીમાં ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડો જીવરાજ મહેતાની 135 મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી. અમરેલીમાં ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડો જીવરાજ મહેતાની 135 મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી. ધારાસભ્ય વિરજીભાઈ ઠુમ્મર અને કોંગી કાર્યકર્તાઓએ ડો.જીવરાજ મહેતાની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી પુષ્પાંજલિ કરવામાં આવી હતી.

આ સમયે ડો.જીવરાજ મહેતા અમર રહો ના કોંગી કાર્યકર્તાઓએ નારાઓ લગાવ્ય હતા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે જણાવ્યું હતું કે ડો.જીવરાજ મહેતાના અધૂરા સ્વપ્નના કામો પૂર્ણ થવાની અભિલાષા છે અને અમે એક થઈને કરીશું. આ પ્રસંગે ધારાસભ્ય વિરજીભાઈ ઠુમ્મર, ટીકુભાઈ વરુ, ભરતભાઈ હપાણી, જીતુભાઈ ગોળવાળા સહીત કોંગ્રેસના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts