દામનગર ના શાખપુર ગામે સલીમ મલેક ની પ્રથમ પુણ્યતિથિ એ સમસ્ત ગામ બટુક ભોજન કરી ઉજવાય આદર્શ ગામ શાખપુર ના મરહુમ સલીમભાઈ કે મલેક (પોસ્ટ ઓફિસ) કર્મચારી ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ એ અઢારે આલમ દ્વારા સામાજિક સંવાદિતા ના દર્શન કરાવતી કોમી એકતા વચ્ચે મરહુમ સલીમ મલેક ના જીવન કવન ને સ્મૃતિ ઓ વાગોળી પુરા શ્રધ્ધાભાવ થી શ્રધ્ધાંજલી અર્પણ કરી સદગત ની પુણ્યતિથિ નિમિતે સમગ્ર શાખપુર ગામની તમામ આંગણવાડી ઓ શાખપુર કન્યાશાળા તેમજ શાખપુર કુમાર શાળા અને માધ્યમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળા ના તમામ શિક્ષક શ્રી કર્મચારી સ્ટાફ વિદ્યાર્થી ઓ વિદ્યાર્થીની ઓ સ્થાનિક અગ્રણી ઓ સરપંચ શ્રી માજી સરપંચ તથા ગામ ના અગ્રણી ઓની ઉપસ્થિતિ માં નજીરભાઈ મલેક ના નિવાસસ્થાને મહાબટુક ભોજન કરાયું હતું.
મરહુમ સલીમ મલેકની પ્રથમ પુણ્યતિથિએ સમસ્ત શાખપુર ગામે મહાબટુક ભોજન કરી ઉજવાય

Recent Comments