ટેકનોલોજીના માધ્યમથી પર્યાવરણનું જતન કરવાના ઉદ્દેશ્ય સાથે સાંપ્રત સમયમાં પેપરલેસ ડીઝીટલ ક્રાંતિ ખૂબ આવશ્યક છે તેવું દ્રઢપણે માનતાં આપડું કુંડલા પત્રકાર પાંધીસર ડીજીટલ ન્યૂઝના કેયૂર વ્યાસનો આજે જન્મદિવસ હોય તેમના જન્મદિવસ નિમિત્તે શહેરના વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ દ્વારા જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે. આપશ્રી પર્યાવરણને શક્ય એટલું ઓછું નુકસાન થાય એ હેતુથી કાગળ રહિત યુગમાં પ્રવેશીને લોકોને પર્યાવરણનું જતન કરવાની સૌની સહિયારી જવાબદારી છે એ સંદેશ પણ ગુંજતો કર્યો છે. આમ પર્યાવરણના પ્રહરી તરીકેની આપની ભૂમિકા ખરેખર સરાહનીય છે.. આપના જન્મદિવસ નિમિત્તે ઈશ્ર્વર આપને તંદુરસ્ત દીર્ઘાયુ જીવન અર્પે સાથે સાથે જીવનમાં પ્રગતિના તમામ શિખરો સર કરો તેવી શુભકામના પણ આપના હિતેચ્છુ દ્વારા પાઠવવામાં આવી રહી છે.
સાવરકુંડલાના અગ્રણી ટેકનોક્રેટ કેયૂર વ્યાસના જન્મદિવસ નિમિત્તે શહેરના વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ દ્વારા જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી.

Recent Comments