fbpx
ગુજરાત

અરવલ્લીના મોડાસામાં સહકાર સંમેલન દરમિયાન ધનસુરા અને બાયડના ૨૦૦ જેટલા કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જાેડાયા

સાબરકાંઠા લોકસભા બેઠકની ચૂંટણીને લઈ પ્રચાર માટેનો ધમધમાટ ચાલી રહ્યો છે. આવી જ રીતે ભાજપ દ્વારા સહકાર સંમેલનનું આયોજન મોડાસા શહેરમાં કરવામાં આવ્યુ હતું. આ દરમિયાન સહકાર સંમેલનમાં ૨૦૦ જેટલા કોંગ્રેસી આગેવાનોએ ભાજપનો કેસરીયા ધારણ કર્યો હતો. ભાજપ દ્વારા શરુ કરવામાં આવેલ ભરતી મેળો હજુ પણ ચાલી રહ્યો છે અને ચૂંટણી મતદાન પહેલા પહેલા પણ ચાલુ પ્રચારે રાજકીય આગેવાનો પક્ષ બદલી રહ્યા છે.

આવી જ રીતે મોડાસા શહેરમાં યોજવામાં આવેલા સહકાર સંમેલન દરમિયાન કોંગ્રેસને રામ રામ કરીને ધનસુરા અને બાયડના ૨૦૦ જેટલા કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જાેડાયા હતા. જેમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિના ડેલિગેટ મનહરસિંહ કારોલી સહિત જીલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય, સરપંચ, પૂર્વ ડેલિગેટો સહિતના આગેવાનોએ સહકાર પ્રધાન જગદીશ વિશ્વકર્મા અને ઉમેદવાર શોભનાબેન બારૈયાના હસ્તે ખેસ ધારણ કર્યો હતો.

Follow Me:

Related Posts