અમરેલી

એક પેડ મા કે નામ -વૃક્ષ વાવેતરની સાથે વૃક્ષ ઉછેર માટે પણ નાગરિકો સંકલ્પબધ્ધ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પર્યાવરણ રક્ષણ પહેલ એક પેડ મા કે નામ અમરેલી જિલ્લામાં અપાર આવકાર મળ્યો છે. આ અભિયાન અંતર્ગત જિલ્લામાં અત્યાર સુધીમાં લોકોએ વૃક્ષારોપણ માટે ભારે ઉત્સાહ દાખવતા ૭૮,૧૫૭ વૃક્ષનું વાવેતરનું વાવેતર થયું છે. એક પેડ મા કે નામ અભિયાન અન્વયે શહેર અને ગ્રામ્ય વિસ્તારના જાહેરધાર્મિક અને પ્રવાસન સહિતના સ્થળો ઉપરાંત અમૃત સરોવર ખાતે પણ વિવિધ વૃક્ષોનું વાવેતર થયું છે. વૃક્ષ વાવેતરની સાથે વૃક્ષ ઉછેર માટે પણ નાગરિકો સંકલ્પિત થયા છે. અમરેલી જિલ્લાના ૧૧ તાલુકાઓમાં વાડી પ્રોજેક્ટ અને મનરેગા યોજના અંતર્ગત પણ વૃક્ષારોપણ થયું છે. એક પેડ મા કે નામ અભિયાનને સફળ બનાવવા અને જન-જન સુધી પહોંચાડી જનભાગીદારી વધારવા માટે વૃક્ષના રોપાઓના વિતરણની કામગીરી શરુ છે.

સામાજિક વનીકરણ અમરેલી દ્વારા સાવરકુંડલાખાંભાધારીકુંકાવાવબગસરાબાબરારાજુલાજાફરાબાદલાઠીઅમરેલી સહિતના તાલુકાઓની ૧૬ નર્સરીઓ ખાતે વૃક્ષના રોપાઓના વિતરણ થાય છે. નાગરિકોને આ ખાતાકીય નર્સરી પર મુલાકાત કરી રોપાઓ મેળવી એક પેડ મા કે નામ અભિયાનમાં સહભાગી થવા અનુરોધ છે.

ખાતાકીય નર્સરીઃ સાવરકુંડલા- (૦૧) મોટા ઝીંઝુડાબસ સ્ટેન્ડ બાજુનો રસ્તો, (૦૨) કાનાવાવસાવરકુંડલા-હાથસણી રોડખાંભા- (૦૩) મોભનેશ-ખાંભા-પીપળવા રોડધારી- (૦૪) છતડીયાધારી-અમરેલી હાઇ-વેછતડીયા પાટીયાથી છતડીયા ગામ તરફ, (૦૫) ભાયાવદરધારી-બગસરા હાઇ-વેભાયાવદર બસ સ્ટોપ પાસેકુંકાવાવ- (૦૬) વાઘણીયાબસ સ્ટોપ સામેનવા વાઘણીયાબગસરા-(૦૭) મુંજિયાસરમુંજિયાસર ડેમની બાજુમાંબાબરા-(૦૮) કરિયાણાનિલકંઠ મહાદેવ પાસે, (૦૯) રામપરાબાબરા-કરિયાણા રોડરામપરા ડેમ સામેરાજુલા, (૧૦) ધારેશ્વરધારેશ્વર ડેમની બાજુમાંજાફરાબાદ, (૧૧) બાબરકોટ-તપોવન ટેકરીથી આગળલાઠી-(૧૨) દામનગરગારિયાધાર રોડસિવિલ હોસ્પિટલની બાજુમાં, (૧૩) ચાવંડ-ભાવનગર-રાજકોટ હાઇ-વેકલ્યાણધામ હોસ્પિટલની બાજુમાંઅમરેલી, (૧૪) વન ચેતના કેન્દ્રઓમનગર સામેચિતલ રોડઅમરેલી, (૧૫) અમરેલી-સાવરકુંડલા બાયપાસફતેપુર રોડ પાસે, (૧૬) નાના માચીયાળાઅમરેલી ચિતલ રોડ ખાતેની ખાતાકીય નર્સરી ખાતે વૃક્ષના રોપાઓ મળશે.

Related Posts