ભાવનગરના ઇસ્કોન ક્લબ ખાતે તા. ૮ના રોજ જાણીતા ફોટોગ્રાફર તથા રોડ સેફ્ટી એવોર્ડ વિજેતા ડૉ.
અજયસિંહ જાડેજા દ્વારા તૈયાર કરાયેલા ‘સડક સુરક્ષા’ પુસ્તકનું વિમોચન રોડ સેફ્ટી ઓથોરિટીના કમિશનર શ્રી સતીશ
પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રોડ સેફ્ટી ઓથોરિટીના કમિશનર શ્રી સતીશ પટેલે જણાવ્યું હતું કે, સમાજમાં જાગૃતિ લાવતું
પુસ્તક તૈયાર કરવું પ્રશંસનીય કાર્ય છે. તેમણે ડૉ. અજયસિંહ જાડેજા અને તેમના પરિવારને અભિનંદન પાઠવતાં
જણાવ્યું કે, આવા પ્રયાસો માર્ગ અકસ્માતોમાં ઘટાડો લાવવા અને ટ્રાફિક નિયમોના પાલન અંગે જનજાગૃતિ
વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. તેમણે ઉમેર્યું કે ડૉ. અજયસિંહ જાડેજા જેવા વધુ લોકો સમાજમાં કાર્યરત
થાય તો ગુજરાતમાં ટ્રાફિક જાગૃતિનું સ્તર વધુ મજબૂત બની શકે.
પ્રાંત અધિકારી શ્રી અક્ષરભાઈ વ્યાસે સમાજમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ લાવવા આવા સાહિત્યની
જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
પુસ્તકના સર્જક ડૉ. અજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આજના સમયમાં લોકોમાં વાંચન કરતાં દૃશ્ય
માધ્યમો વધુ અસરકારક બન્યા છે. આથી માર્ગ સલામતીનો સંદેશ સરળતાથી લોકો સુધી પહોંચે તે હેતુથી આ
પુસ્તકને સંપૂર્ણ રંગીન અને ચિત્રાત્મક સ્વરૂપમાં તૈયાર કરવામાં આવ્યું છે, જેથી દરેક વયના લોકો સરળતાથી તેને
સમજી શકે.
આરટીઓ શ્રી એમ.ટી. મકવાણા, ડૉ. ચિન્મય શાહ, ટ્રાફિક પીએસઆઈ શ્રી અમીન, રોડ સેફ્ટી નિષ્ણાત શ્રી
અમિત ખત્રી તથા ગોહિલવાડ રાજપૂત સમાજના પ્રમુખ શ્રી વાસુદેવસિંહ ગોહિલે પણ ડૉ. અજયસિંહ જાડેજાના માર્ગ
સલામતી ક્ષેત્રેના યોગદાનની પ્રશંસા કરી હતી.
કાર્યક્રમનું સંચાલન શ્રી મિતુલ રાવલે કર્યું હતું, જ્યારે આભારવિધિ પુસ્તકના ડિઝાઇનર નમ્રતાબા ગોહિલે
વ્યક્ત કરી હતી.
કાર્યક્રમમાં માર્ગ સલામતી ક્ષેત્રે કાર્યરત અધિકારીઓ, તજજ્ઞો અને સમાજના અગ્રણી આગેવાનો ઉપસ્થિત
રહ્યા હતા.














Recent Comments