અમરેલી

જમીન સાથે જોડાયેલા જનપ્રતિનિધિ રાજ્ય મંત્રી કૌશિકભાઇ વેકરીયા: વાડીમાં ખેડૂતો સાથે “ચાય પે ચર્ચા”

ઊર્જા અને કાયદો રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાએ અમરેલી જિલ્લાના જંગર મુકામે પ્રવાસ દરમિયાન શ્રી કાળુભાઈ વસાણીના ખેતરમાં થોડો વિરામ લીધો હતો. આ દરમિયાન તેમણે જમીન પર બેસીને સૌ સાથે ચાની ચૂસકી માણી અને ખેડૂત પરિવાર સાથે “ચાય પે ચર્ચા” કરી હતી.

રાજ્યમંત્રીશ્રીનો આ સાદગીભર્યો અને સહજ સ્વભાવ સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. કોઈ ઔપચારિકતા વગર સામાન્ય માણસની જેમ વાડીમાં બેસીને ચાનો સ્વાદ માણતા તેમણે ગ્રામ્ય જીવન સાથેનો પોતાનો આત્મીય સંબંધ વધુ એકવાર વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે સ્થાનિક આગેવાનો, ગ્રામજનો અને ખેડૂત મિત્રો પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યમંત્રીશ્રીના આ સરળ અને લોકસહજ વ્યવહારે ઉપસ્થિત સૌમાં આત્મીયતાનો અનુભવ કરાવ્યો હતો.

Related Posts