રોજગાર અને તાલીમ નિયામકશ્રીની કચેરી, ગાંધીનગર સંચાલિત સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI), અમરેલી ખાતે આગામી શૈક્ષણિક સત્ર માટે પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તા. ૧૧-૦૭-૨૦૨૬ થી તા. ૧૫-૦૭-૨૦૨૬ સુધી પ્રથમ રાઉન્ડ માટે પ્રવેશ પ્રક્રિયા ચાલુ રહેશે. રજાના દિવસોમાં પણ વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને, પ્રવેશ પ્રક્રિયા દરમિયાન આવતા રજાના દિવસોમાં પણ સંસ્થા ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ કરીને જે વિદ્યાર્થીઓ ઓનલાઇન પ્રવેશ મેળવવા માંગે છે અથવા ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા માંગે છે, તેઓ કચેરી સમય દરમિયાન સંસ્થાનો રૂબરૂ સંપર્ક કરી શકે છે તેમ આઇ.ટી.આઇ.અમરેલીના આચાર્યશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
ઔદ્યોગિક તાલીમ સંસ્થા અમરેલી ખાતે આગામી શૈક્ષણિક સત્ર માટે પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ













Recent Comments