ભાવનગર

પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર-૨૦૨૬ માટે ઓનલાઈન નોમિનેશન શરૂ

મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર (PMRBP)-૨૦૨૬
માટે રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ પર ઓનલાઈન નોમિનેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. વિવિધ ક્ષેત્રોમાં અસાધારણ
પ્રતિભા અને પ્રેરણાદાયી કાર્ય કરનાર બાળકોને રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરવા માટે આ પ્રતિષ્ઠિત પુરસ્કાર આપવામાં
આવે છે.
આ પુરસ્કાર અંતર્ગત સાહસિકતા, રમતગમત, સમાજસેવા, કલા અને સંસ્કૃતિ, વિજ્ઞાન અને ટેક્નોલોજી,
પર્યાવરણ તથા નવીનતા જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર અને અનુકરણીય સિદ્ધિ મેળવનારા બાળકોને રાષ્ટ્રીય સન્માન
એનાયત કરવામાં આવે છે.
પુરસ્કાર માટે ૧૮ વર્ષથી ઓછી ઉંમરના એવા બાળકો પાત્ર રહેશે, જેમણે છેલ્લા બે વર્ષ દરમિયાન કોઈપણ
ક્ષેત્રમાં અસાધારણ અને પ્રેરણાદાયી કાર્ય અથવા સિદ્ધિ હાંસલ કરી હોય. આવા બાળકોના નોમિનેશન માટે જરૂરી
આધાર-પુરાવા સાથે તા. ૩૧ જુલાઈ, ૨૦૨૬ સુધી https://awards.gov.in પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકાશે.
પુરસ્કાર અંગે વધુ માહિતી માટે જિલ્લા બાળ સુરક્ષા એકમ, ટી-૧૬, બહુમાળી ભવન, એસ.ટી. બસ સ્ટેન્ડ
પાસે, ભાવનગર ખાતે સંપર્ક સાધવા જિલ્લા બાળ સુરક્ષા એકમના સભ્ય સચિવે અખબારી યાદીમાં જણાવ્યું છે.

Related Posts