રાજ્યકક્ષાની ઝૂડો સ્પર્ધામાં ગણેશ શાળા ટીમાણાના બાળકોએ મેળવ્યા બ્રોન્ચ તથા સિલ્વર મેડલ
નડિયાદ ખાતે યોજાયેલ રાજ્યકક્ષાની ઝૂડો સ્પર્ધામાં અન્ડર 14 વિભાગમાં ગણેશ શાળા – ટીમાણાના રાઠોડ પાર્થ નરેન્દ્રભાઈ(ટીમાણા)એ 55+ kg વજન ગ્રુપમાં સિલ્વર મેડલ તથા ગોટી વેદ સંજયભાઈ(કુંઢેલી)એ 50 કિલોગ્રામ વજન જૂથમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. આ બંને બાળકોને શાળાના વ્યાયામ શિક્ષકશ્રી નીલેશભાઈ બાંભણીયાએ માર્ગદર્શન પૂરું પડ્યું હતું. બંને બાળકો દ્વારા રાજ્ય કક્ષાએ મેળવેલા આ મેડલ થી ગણેશ શાળા – ટીમાણામાં આનંદનું વાતાવરણ જોવા મળ્યું હતું. માતા-પિતા, ગામ તથા શાળાનું ગૌરવ વધારવા બદલ ગણેશ શાળા – ટીમાણા પરિવાર દ્વારા આ બંને બાળકોને ભવિષ્યમાં ઝુડોની રમતમાં હજુ પણ વધારે સફળતા રાજ્ય તથા નેશનલ કક્ષાએ મેળવે તથા રાજ્ય અને રાષ્ટ્ર માટે ગૌરવવંતું કાર્ય કરે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.l
Recent Comments