દિલ્હી-એનસીઆરની આબોહવા અને પરાફ્ર સફ્રગાવવાના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં આજે (બુધવારે) સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન કોર્ટે પંજાબ-હરિયાણાને ફટકાર લગાવી છે. સુપ્રિમ કોર્ટે કહ્યું કે, તમે માત્ર પરાફ્ર સફ્રગાવવા અંગે કારણ બતાવો નોટિસ જારી કરી રહ્યા છો. આ તમારું વલણ છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે બંને સરકારો કાયદા મુજબ કાર્યવાહી કરવામાં સંપૂર્ણપણે નિષ્ફફ્ર રહી છે. પરસાફ્ર સફ્રગાવવા સામે પગલાં ભરવા અંગે કોઈ ગંભીરતા નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોર્ટમાં ખોટી રજૂઆત કરવામાં આવી રહી છે. અમે તિરસ્કારની નોટિસ જારી કરીશું, અન્યથા અમને હકીકત જણાવો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કલમ ૨૧ જીવનના અધિકાર હેઠફ્ર, શુદ્ધ હવા દરેક નાગરિકનો મૂફ્રભૂત અધિકાર છે.
આવી સ્થિતિમાં સરકારોની નિષ્ફફ્રતા એ નાગરિકોને આપવામાં આવેલા મૂફ્રભૂત અધિકારોનું સીધું ઉલ્લંઘન છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને રાજ્યો દ્વારા કરાયેલા પ્રસ્તાવ પર બે સપ્તાહમાં ર્નિણય લેવા અને વફ્રતરની રકમ વધારવા અંગેના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે દિલ્હી સરકારે કોર્ટની અગાઉની તમામ સૂચનાઓ પર વિચાર કરવો જાેઈએ અને બે અઠવાડિયામાં અનુપાલન રિપોર્ટ દાખલ કરવો જાેઈએ. દિલ્હીમાં ૧૩ સ્થફ્રોએ ખુલ્લામાં કચરો સફ્રગાવવાના મુદ્દે એમિકસે સુપ્રીમ કોર્ટને માહિતી આપી હતી. આ ઉપરાંત વાહનોથી થતા પ્રદુષણને ધ્યાને લઈ એમિકસ દ્વારા ટ્રકોની એન્ટ્રી અને ઈન્ડસ્ટ્રીયલ પ્રદુષણ વિશે પણ માહિતી આપવામાં આવી હતી. આ કેસની આગામી સુનાવણી હવે ૪ નવેમ્બરે થશે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે સ્પષ્ટ કરીએ છીએ કે જાે પરિસ્થિતિમાં સુધારો નહીં થાય અને આ ચાલુ રહેશે તો અમે કડક આદેશ જારી કરીશું. કોર્ટે કહ્યું કે આપણે એ પણ ધ્યાનમાં રાખવું જાેઈએ કે રાજ્યો અને પંચ વચ્ચે તાલમેલ પણ મહત્વપૂર્ણ છે. જ્યાં સુધી ૧૯૮૬ એક્ટની કલમ ૧૫ હેઠફ્ર પર્યાવરણીય વફ્રતરનો સંબંધ છે, અમને કેન્દ્ર દ્વારા જાણ કરવામાં આવી છે કે પર્યાવરણ, વન અને આબોહવા મંત્રાલય દ્વારા બનાવવામાં આવેલા નિયમોના આધારે વફ્રતર સમાન કરવામાં આવી રહ્યું છે. અમે કેન્દ્ર સરકારને નિર્ધારિત દંડની રકમ પર પુનર્વિચાર કરવાનો નિર્દેશ આપીએ છીએ. તે જ સમયે, હરિયાણા સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગે ૨૪ અધિકારીઓને પોતપોતાના વિસ્તારોમાં પરાફ્ર સફ્રગાવવાની ઘટનાઓને રોકવા માટે પૂરતા પગલાં લેવામાં નિષ્ફફ્રતા બદલ સસ્પેન્ડ કર્યા છે.
આ અંગેનો આદેશ ૨૦ ઓક્ટોબરે જારી કરવામાં આવ્યો હતો. આદેશમાં જણાવવામાં આવ્યું છે કે અધિકારીઓને વહીવટી આધાર પર સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સુપ્રિમ કોર્ટે પંજાબ અને હરિયાણા સરકારોને પલાફ્રીને બાફ્રવાના દોષિતો સામે કાર્યવાહી ન કરવા બદલ ટકોર કરી હતી, જ્યારે રાજ્યના મુખ્ય સચિવોને ખુલાસો માટે ૨૩ ઓક્ટોબરે હાજર રહેવા જણાવ્યું હતું. રાજધાની દિલ્હીમાં વધતા પ્રદૂષણ માટે પરસફ્ર સફ્રગાવવાનું મુખ્ય પરિબફ્ર છે. બીજી તરફ, દિલ્હીના પર્યાવરણ પ્રધાન ગોપાલ રાયે હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના પરિવહન પ્રધાનોને પત્ર લખીને બીજા તબક્કામાં પ્રતિબંધોને ધ્યાનમાં રાખીને તેમના રાજ્યોમાંથી કોઈ ડીઝલ બસ રાષ્ટ્રીય રાજધાનીમાં ન આવે તેની ખાતરી કરવા વિનંતી કરી હતી. ય્ઇછઁના બીજા તબક્કાના પ્રતિબંધોને ધ્યાનમાં રાખીને, તેમના રાજ્યોમાંથી કોઈ ડીઝલ બસ રાષ્ટ્રીય રાજધાનીમાં આવવી જાેઈએ નહીં.


















Recent Comments