fbpx
અમરેલી

દામનગર વિકાસ અઠેગઠે ઉઠે છે કોઈ પૂછનાર ખરું ? પ્રધાનમંત્રી આવાસ યોજના ગરીબ પરિવારો માટે આશીર્વાદ રૂપ પણ પાલિકા તંત્ર ના પાંચ વર્ષ ના બિન જરૂરી તુમાર અંગે કાર્યલોપ ની ફરિયાદ કરી કાર્યવાહી કરવી જોઈ એ

દામનગર નગરપાલિકા વિસ્તાર માં વિકાસ અઠેગઠે ઉઠે છે કોઈ પૂછનાર ખરું ? એક બાજુ સરકાર છેવાડા માનવી ને લાભવીત કરવા ખૂબ પ્રત્યનશીલ છે ત્યારે મનસૂફી  પ્રમાણે વર્તતા સત્તાધીશો પાંચ વર્ષ સુધી ગરીબો ને ઘર નું ઘર મળે તેમાં અભીપ્રાય ન આપી શકે ? કોવિડ સમય વર્ષ ૨૦૧૯ થી ૧૫૦ જેટલા ગરીબ પરિવારો ને પાંચ વર્ષ થી ટટળાવવા પાછળ નું કારણ શું ? ભાજપ સરકાર ની અતિ ઉપકારક પ્રધાનમંત્રી આવાસ યોજના માં ભાજપ શાશીત પાલિકા દ્વારા પાંચ વર્ષ ના તુમાર કેમ ? પાંચ વર્ષ બાદ હવે તાજેતર ના આધાર પુરાવા જાતિ આવક સહિત ઓન લાઇન નું તુત ઉભું કરવામાં કોનું હિત સમાયેલું છે ? દામનગર નગરપાલિકા માં NCP ના શાસન દરમ્યાન ફેજ ૧ માં અને ફેજ ૨ માં પ્રધાનમંત્રી આવાસ યોજના માં ૩૦૦ જેટલા આવાસ મંજુર થયા હતા પણ ભાજપ શાશીત પાલિકા માં ભાજપ સરકાર નીજ ઉપકારક યોજના ટલ્લે કેમ ચડાવાય ? વચેટિયા નાબૂદ કરતી પ્રધાનમંત્રી આવાસ યોજના ની સિસ્ટમ માં કોણ નારાજ છે ? 

વર્ષ ૨૦૧૯ થી ૧૫૦ જેટલા જરૂરિયાત મંદ ગરીબ પરિવારો ને દામનગર પાલિકા તંત્ર એ માત્ર અભિપ્રાય આપવા માં પાંચ વર્ષ કેમ લબડાવ્યા હશે ? અને હવે તાજેતર ના જાતિ અને આવક દાખલા જૂની દરખાસ્ત માં આવક ના દાખલા ની ત્રણ વર્ષ ની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ હોય તેથી બદલવા ની ફરજ પડાય રહી છે આવી હાલાકી માટે કોણ જવાબદાર તંત્ર કે લાભાર્થી ? વર્ષ ૨૦૧૯/૨૦ થી લઈ વર્ષ/ ૨૦૨૦ ૨૦૨૧/૨૨/૨૩/૨૪ એમ પાંચ વર્ષ પાલિકા સત્તાધીશો એ સબંધ કરતા વિભાગો માં પ્રધાન મંત્રી આવાસ યોજના ઓના લાભાર્થી પરિવારો ની દરખાસ્ત માં અભિપ્રાય કેમ ન આપ્યા ? શુ અપેક્ષા હતી લાભાર્થી પાસે પાલિકા તંત્ર ની ? ત્રણ પેઢી થી ઈંટ ન માંડી શકતા ગરીબ પરિવારો ને ઘર નું ઘર મળે તે માટે સ્થાનિક સત્તાધીશો એ માત્ર અભિપ્રાય આપવા માં પાંચ વર્ષ કાઢી નાખ્યા ઈજનેર અને ચીફ ઓફિસર પાંચ શુ કરતા હશે ? પાંચ વર્ષ ના બિન જરૂરી તુમાર અંગે આવા ગુલાટીબાજ તંત્ર સામે ગુજરાત સરકારે પગલાં લેવા જોઈ એ આઉટ સોર્સ થી કામ કરતા ઈજનેર ની પ્રધાન મંત્રી આવાસ માં લાભાર્થી પાસે કેવી અપેક્ષા છે તેની તપાસ કરવી જોઈ એ પ્રાદેશિક કમિશનર અને જિલ્લા કલેકટર સહિત નેતા ઓ ચૂપ કેમ છે ? ગરીબો ના મોઢે આવેલ કોળિયો ઝૂંટવી લેવા અધિરા બનેલ તંત્ર સામે ઉચ્ચતરિય તપાસ કરી જવાબદારો સામે શિક્ષાત્મક પગલાં લેવા જોઈ એ પ્રધાનમંત્રી આવાસ યોજના ના લાભાર્થી ઓને છેલ્લા પાંચ વર્ષ થી ટટળાવતા તંત્ર હવે રહી રહી ને નવા આધાર પુરાવા જોડવા લાભાર્થી ઓને ફોન કરી તાજેતર ના દાખલા સહિત બિન જરૂરી આધાર પુરાવા માંગી પજવી રહ્યા હોય ત્યારે સ્થાનિક નેતા ઓ ક્યાં ગયા છે ? આવો બિન જરૂરી તુમાર અંગે કાર્યલોપ ની ફરિયાદ લઈ કાર્યવાહી કરવી જોઈ એ ગરીબો ને સરકારી યોજના ના લાભ પહોંચાડવા માં બિન જરૂરી અપેક્ષા એ ખોટો તુમાર કરનાર સામે કાર્યલોપ ની જોગવાઈ હેઠળ ફરિયાદ કરી દાખલો બેસાડો 

Follow Me:

Related Posts