સરપંચ પરિષદ ગુજરાતનાં પ્રદેશ સંગઠન મંત્રી તરીકે અમદાવાદના ઠાકોર યુવા અગ્રણી કમલેશભાઇ કનુભાઈ ઠાકોર ની નિમણુંક
ગાંધીનગર તા. 21 : ગુજરાત રાજ્યના તમામ ગ્રામ્ય વિસ્તારમાં શહેર કરતા પણ સારી સુવિધાઓ પુરી પાડવા અને ગામડા ભાંગતાં અટકાવવા સંગઠીત કામગીરી કરતી સંસ્થા સરપંચ પરિષદ – ગુજરાત દ્વારા રાજ્યના તમામ સરપંચો ને જણાવવામાં આવે છે કે આપણા ગુજરાત ભરનાં બધા સરપંચોને છેલ્લા ( 6 ) છ વર્ષથી તમામ રીતે મદદરૂપ સાથે માહિતગાર કરતી રાષ્ટ્રિય સ્વયંસેવી સંસ્થા રાષ્ટ્રીય પ્રધાન મુખિયા સરપંચ સંઘ સંચાલિત પ્રદેશ કાર્ય સમિતિ એવી.. સરપંચ પરિષદ – ગુજરાતના પ્રદેશ સંગઠન મંત્રી તરીકે મેમનગર અમદાવાદ ના ઠાકોર સમાજના યુવા આગેવાન અને એસ. કે. યુવક મંડળ મેમનગરના પ્રમુખ, બાબારી ગ્રુપ ગુજરાતના અગ્રણી,કન્યા કેળવણી અને સમૂહ લગ્નનાં દાતા,અગ્રણી કોન્ટ્રાકટર અને જમીન લે વેંચ બિઝનેસ સાથે જોડાયેલા શ્રી કમલેશભાઇ કનુભાઇ ઠાકોર ની ગુજરાત પ્રદેશ સમિતિના સંગઠન મંત્રી તરીકે રાષ્ટ્રીય પ્રધાન મુખિયા સરપંચ સંઘના રાષ્ટ્રીય મહાસચિવ શ્રી મુકેશભાઇ સખિયા, સરપંચ પરિષદ ગુજરાતનાં ચેરમેન શ્રી જુવાનસંગ ડોડીયા, સરપંચ પરીષદ – ગુજરાતના પ્રદેશ પ્રભારી શ્રી મહેશદાન ગઢવી ની ભલામણ થી તા. 21-12-2024 થી 31-03-2026 સુઘી નિમણુંક કરવામાં આવી છે….
શ્રી કમલેશભાઈ ઠાકોરની ગુજરાત પ્રદેશ સમિતિના સંગઠન મંત્રી તરીકે નિમણૂક થતાં હોદ્દાની રૂએ તેઓ રાજ્યના પ્રદેશ સમિતિ હોદેદારો, ઝોન સમિતિ પ્રમુખ-મહામંત્રી અને ઝોન સમિતિ હોદેદારો, જીલ્લા સમિતિ પ્રમુખ-મહામંત્રી અને જીલ્લા સમિતિ હોદેદારો, તાલુકા સમિતિ પ્રમુખ અને તાલુકા મહામંત્રી સહિતના હોદેદારોની ટુંક સમયમાં નિમણૂંક કરવામાં ધ્યાન આપશે. શ્રી કમલેશભાઇ કનુભાઇ ઠાકોર ની પ્રદેશ કક્ષાએ સંગઠ્ઠન મંત્રી તરીકે નિમણૂકની જાણ થતાં તેમના મો.નં. 9727488488 પર સરપંચો સહિતના તેમના સમર્થકો શુભેચ્છા પાઠવી રહ્યા છે.
રાજ્યના સરપંચો ના હિતમાં કાર્ય કરવા કોઇ પણ સરપંચ, ઉપ સરપંચ, માજી સરપંચ સહિત ગ્રામ્ય વિસ્તારના ગ્રામ્ય પ્રેમી, સંસ્થા પ્રતિનિધિ આગેવાનો પ્રદેશ સમિતિ, ઝોન સમિતિ, જીલ્લા સમિતિ અને તાલુકા સમિતિ માટે આપને ઉપયોગી સરપંચોના નામ સૂચવી શકે છે.
સરપંચ પરિષદ ગુજરાતની વધું વીગતો માટે સરપંચ પરિષદ ગુજરાતના પ્રદેશ અઘ્યક્ષ – શ્રી જુવાનસંગ ડોડીયા – સુરેન્દ્રનગર – 9904099050 – પ્રદેશ પ્રભારી – શ્રી મહેશદાન ગઢવી – બનાસકાંઠા – 9879557990 – પ્રદેશ એડવાઈઝરી અઘ્યક્ષ – શ્રી સુરેશભાઇ કુનરીયા – ભૂજ – 9913055305 – પ્રદેશ ઉપ પ્રમુખ – શ્રી બાલકૃષ્ણ જીરાલા – વડગામ – 9979004373 – પ્રદેશ પ્રવકતા શ્રી મુકેશભાઈ શાહ – ગાંધીનગર – 9925598170 – ને પણ નામ સૂચન કરી શકે છે. સરપંચ પરિષદ – ગુજરાતની હેલ્પલાઇન – 63533 95375 પર સૂચનો મોક્લી રાષ્ટ્રીય પ્રધાન મુખિયા સરપંચ સંઘ અને સરપંચ પરિષદ ગુજરાતને મજબૂત બનાવવા હાકલ કરવામાં આવેલ છે.
Recent Comments