ગુજરાત

સિંધુ રિસેટલમેન્ટ કોર્પોરેશનમાં કરોડોના કૌભાંડનો આક્ષેપ, અંદાજે ૬૦૦ કરોડથી વધુના કૌભાંડ આચર્યું હોવાનો આરોપ, પ્લોટ પોતાના નામે કર્યા અને બારોબાર વેચી માર્યા

જીઇઝ્રના એક ડાયરેક્ટર નિલેશ પંડ્યાએ આક્ષેપ કર્યો કે, બોર્ડના અન્ય ડાયરેક્ટરોએ ૨૦૧૪માં એક ઠરાવ પાસ કરીને કરોડોના પ્લોટ પોતાના નામે કર્યા અને બારોબાર વેચી માર્યા હતા. કચ્છ સિંધુ રિસેટલમેન્ટ કોર્પોરેશન માં કરોડો રૂપિયાના કૌભાંડનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. જીઇઝ્રના જ એક ડાયરેક્ટર નિલેશ પંડ્યાએ આક્ષેપ કર્યો છે કે, બોર્ડના અન્ય ડાયરેક્ટરોએ ૨૦૧૪માં એક ઠરાવ પાસ કરીને કરોડોના પ્લોટ પોતાના નામે કરી લીધા હતા અને બારોબાર વેચી માર્યા હતા. આ સાથે, ટેન્ડર પ્રક્રિયામાં પણ ગેરરીતિ આચરવામાં આવી હોવાનો આક્ષેપ છે. જીઇઝ્રના બોર્ડના ડાયરેક્ટરોએ કંપની એક્ટ પ્રમાણે કોઈ આર્થિક લાભ ન મેળવી શકે તેવા નિયમનો ભંગ કર્યો હોવાનો આક્ષેપ છે. ૨૦૧૪માં પાસ થયેલા એક ઠરાવ દ્વારા કરોડોના પ્લોટ પોતાના નામે કરી લેવામાં આવ્યા હતા.

ટેન્ડર પ્રક્રિયામાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનો પણ આક્ષેપ છે. જીઇઝ્રના વિભાગમાં આ મામલે હડકંપ મચી ગયો છે. ભારત સરકારના મંત્રાલયમાંથી નિમણૂક થયેલા ડાયરેક્ટર નંદીશ શુકલા આ મામલે મૌન સેવી રહ્યા છે. ૨૦૧૪થી ૨૦૧૭ સુધીના કેગના ઓડિટ રિપોર્ટમાં અનેક ગોટાળા થયા હોવાનું જણાવવામાં આવ્યું છે. ડેપ્યુટી ચેરમેન પ્રેમ લાલવાણીએ ભ્રષ્ટાચારી ડાયરેક્ટરના સમર્થનમાં આવીને ડાયરેક્ટરોનોસ લૂલો બચાવ કર્યો છે. મંત્રાલયના ડાયરેક્ટર સતત બોર્ડ મિટિંગમાં ગેરહાજર રહેતા છતાં તેમને ડિસ-ક્વાલીફાઇ કરવામાં આવ્યા નથી. જીઇઝ્રના ડાયરેક્ટર નિલેશ પંડ્યાએ આક્ષેપ કર્યો છે કે, બોર્ડના ડાયરેક્ટરોએ મિલીભગત કરીને પોતાના નામે પ્લોટ પચાવી પાડ્યા છે અને ટેન્ડર પ્રક્રિયામાં ગેરરીતિ આચરીને અંદાજે ૬૦૦ કરોડ રૂપિયાથી વધુનું કૌભાંડ આચર્યું છે. જીઇઝ્રના શેર હોલ્ડર સહિત પ્રોપર્ટી બ્રોકરો આ મામલે યોગ્ય તપાસની માંગ કરી રહ્યા છે. સિંધુ રિસેટલમેન્ટ કોર્પોરેશનમાં કરોડો રૂપિયાના કૌભાંડનો આક્ષેપ ખૂબ જ ગંભીર છે. આ મામલે યોગ્ય તપાસ થવી જાેઈએ જેથી કરીને દોષિતો સામે યોગ્ય કાર્યવાહી કરી શકાય.

Related Posts