અમરેલી

દહીંથરા અલખધણી ગૌશાળા પરિસર માં કડકડતી ઠંડી વચ્ચે સમગ્ર પંથક ના ગોસેવકો ની જોળી સંકલન મીટીંગ યોજાય

દામનગર દહીંથરા ગામે શ્રી અલખઘણી ગૌસેવા ગોવિદ ભગત ટ્રસ્ટ સંચાલિત ભગવાન શ્રી મહાવીર સ્વામી જેન પાંજરાપોળ પરિસર માં કડકડતી ઠંડી માં પણ પરમાર્થ માટે દામનગર ઢસા પંથક ના ગ્રામ્ય અને શહેરી વિસ્તાર ના ગૌસેવકો ની મકરસંક્રાતિ ના પાવન પર્વ એ જોળી દ્વારા રોકડ રકમ દ્રવ્યદાન એકત્રિત કરવા જોળી સંદર્ભે મીટીંગ યોજાય “મરું પણ માંગુ નહિ પણ પરમાર્થ કાજે મને માંગતા ન આવે લાજ” પરહિત સરિસ ધર્મ નહિ ભાઈ ની યુક્તિ એ ગરીબ થી લઈ તવંગર સુધી નાના મોટા સૌ કોઈ એક દિવસ જોળી ફેરવી મુક પશુ અબોલ જીવો માટે રોડ રસ્તા રહેણાંક વિસ્તારો ઔદ્યોગિક વસાહત સહિત સમગ્ર પંથક માં જોળી ફેરવવા માટે પોતા પોતા ના સ્વખર્ચે જરૂરી વાહનો સાથે રોકડ રકમ કે દ્રવ્યદાન એકત્રિત કરી શ્રી અલખઘણી ગૌશાળા ના આશ્રિત અબોલ જીવો માટે પહોંચાડવા ના સેવા કાર્ય માટે સંકલન બેઠક યોજાઇ હતી અત્યારે સંસ્થાન પાસે ૬૫૦ થી વધુ અતિ ગંભીર બીમાર અકસ્માત ગ્રસ્ત જીવો છે આગામી દિવસો માં ૧૫૦૦ થી વધુ મુક પશુ અબોલ જીવો ના જીવન નિર્વાહ માટે પ્રત્યનશીલ સંસ્થાન માં નિસ્વાર્થ સેવા સમર્પણ માટે તત્પર રહેતા સ્વંયમ સેવી ઓ દ્વારા દાન પર્વ ના ઉત્તમ એવા મકરસંક્રાતિ એ જોળી ફેરવવા ઉત્સાહ ભેર સમગ્ર પંથક ના ગૌસેવકો કડકડતી ઠંડી માં વિશાળ સંખ્યા માં હાજરી આપી હતી

Related Posts