શિક્ષણ સંસ્કાર અને ચારિત્ર્ય નિર્માણના ધામ સમા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા દ્વારા ગતરોજ રવિવારે તારીખ ૪-૧-૨૬ ના રોજ સાંજે છ વાગ્યા આસપાસ ગુરુકુળના વિશાળ ગ્રાઉન્ડ ખાતે સંસ્થા દ્વારા સંચાલિત અંગ્રેજી ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓના કૌશલ્યને નિખાર આપવા માટે ભારતીય પરંપરા અને સંસ્કૃતિનું જતન કરતો એક રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમનો પ્રારંભ સંતોના પાવન આગમન સાથે કરવામાં આવેલ.
વાત કરીએ જો આ સંસ્થામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની તો આ વિદ્યાર્થીઓની પ્રતિભાને પરિણામત્ક પરિવર્તન લાવવા માટે એક નવી ઉમંગ, નવી ઊર્જા અને નવા સર્જનનો ઉત્સવ એટલે નવસર્જનના નામાભિધાન સાથે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા દ્વારા એક અનોખો કાર્યક્રમ યોજાયો. આ ભવ્ય વાર્ષિકોત્સવ – નવસર્જન – ૨ .ના ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમના માધ્યમથી ગુરુકુલના બાળકો દ્વારા રજૂ કરવામાં આવેલ અદ્વિતીય સાંસ્કૃતિક કૃતિઓ. વૈવિધ્ય પૂર્ણ કલાકૃતિથી યુક્ત આ કાર્યક્રમમાં ઉપસ્થિત વાલી વર્ગે ખૂબ બિરદાવેલ. આ કાર્યક્રમ બાળકોના સર્વાંગી વિકાસનું માધ્યમનું પ્લેટફોર્મ બની ગયો. આ નવસર્જન વાર્ષિકોત્સવ – ૨ ને દીપાવવા તેમજ સંસ્થાના બાળકોને પ્રોત્સાહિત કરવા ગુરુકુળ સાથે જોડાયેલા વાલીઓ તેમજ મુરબ્બી મહેમાનોને આ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમને નિહાળવા માટે ભાવભર્યું નિમંત્રણ પાઠવતાં વાલી વર્ગ હકઠેઠઠ ખીચોખીચ આ ગ્રાઉન્ડમાં ઉપસ્થિત રહ્યા હતા .
કાર્યક્રમના અધ્યક્ષશ્રી. ૫.પૂ. પુરાણી સ્વામી શ્રી વિષ્ણુપ્રસાદદાસજી ૫.પૂ. શાસ્ત્રી સ્વામી શ્રી
ભગવતપ્રસાદદાસજી
મંગલ પ્રવચન શાસ્ત્રી શ્રી હરિપ્રસાદદાસજી સ્વામી સંસ્થાના પ્રમુખશ્રી
તો મુખ્ય મહેમાન મહેશભાઈ કસવાલા – ધારાસભ્ય શ્રી રહ્યા હતાં
અતિથિ વિશેષ
શ્રી પઠાણ સાહેબ મુખ્ય ન્યાયાધીશશ્રી સાવરકુંડલા
ચંદ્રેશભાઈ રવાણી કોંગ્રેસ અગ્રણીશ્રી સાવરકુંડલા
મેહુલભાઈ ત્રિવેદી પ્રમુખશ્રી સાવરકુંડલા નગરપાલિકા ચંદ્રિકાબેન ઘેલાણી, ડો. પ્રકાશ કટારીયા, જીવનભાઈ વેકરિયા, શરદભાઈ પંડ્યા, અનિરુદ્ધ રાઠોડ, શહેર ભાજપ ટીમ સમેત શહેરના અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
કાર્યક્રમની રૂપરેખા આ મુજબ હતી હનુમંત વંદના સંગીતની સુરાવલી સાથે હનુમાનચાલીસાનું ગાન (કૌશિકભાઈ ગોસ્વામી તેમજ સમગ્ર ટીમ)
ત્યારબાદ સંતો તથા મુખ્ય મહેમાનોનું આગમન
મહેમાનોનું સ્વાગત તથા સન્માન કરવામાં આવ્યું હતું
મંત્રોચ્ચાર સાથે દીપ પ્રાગટ્ય તથા ઉદ્ઘાટન મંગલ પ્રવચન એવમ આશીર્વાદ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રારંભ
આ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ આ સંસ્થાના વિદ્યાર્થીઓએ કલાના કામણ પાથરી ઉપસ્થિત લોકોના દિલ જીતી લીધા હતા. કાર્યક્રમનો પ્રમુખ સ્થાનેથી આ શૈક્ષણિક સંસ્થા સદગુરુના આશીર્વાદ અને વાલીગણના સહયોગથી અવિરત પ્રગતિના પંથે પ્રયાણ કરી રહી છે અને આ સંસ્થા ટૂંક સમયમાં ડીજીટલ થવાની પ્રક્રિયામાં છે એમ પ. પૂ શાસ્ત્રી હરિપ્રસાદદાસજી સ્વામીએ જણાવ્યું હતું. તો સાવરકુંડલા ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ પણ આ સંસ્થાની શૈક્ષણિક કાર્ય ઉપરાંત થતી પ્રવૃત્તિઓને બિરદાવી સંસ્થાના શૈક્ષણિક કર્મચારીઓ તથા ટ્રસ્ટીગણની ભારે પ્રશંસા કરી હતી. આ કાર્યક્રમમાં આ શાળાના જ ભૂતપૂર્વ વિદ્યાર્થી રાઠોડ હર્ષવર્ધન દ્વારા ગુરુકુળ સંદર્ભે બનાવેલ એક ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ પ્રદર્શિત કરવામાં આવી હતી. કાર્યક્રમનું સ્ટેજ સંચાલન હરેશભાઈ મહેતાએ કરેલ. કાર્યક્રમને સફળ બનાવવા માટે કોઠારી સ્વામી અક્ષરમુક્તદાસજી મેનેજીંગ ટ્રસ્ટીશ્રી સમેત ડાયરેક્ટર ગિરીશભાઈ વ્યાસ, આચાર્યગણ સમેત કર્મચારીગણે ભારે જહેમત ઉઠાવી હતી.


















Recent Comments