અમરેલી

અમરેલીમાં રાજકોટના સાંસદ પરશોત્તમભાઈ રૂપાલા દ્વારા આયોજિત સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધા–૨૦૨૬નું ભવ્ય આયોજન, ૩૨૮૭ સ્પર્ધકોની રેકોર્ડ ભાગીદારી

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સાંસ્કૃતિક જાગૃતિના આહવાનને સાર્થક રૂપ આપતાઅમરેલી જિલ્લાના વતની અને રાજકોટના સાંસદશ્રીપરશોત્તમભાઈ રૂપાલાના માર્ગદર્શન હેઠળ છેલ્લા ત્રણ વર્ષથી અમરેલી જિલ્લામાં સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે આયોજિત સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધા૨૦૨૬માં કુલ ૩૨૮૭ સ્પર્ધકોએ ભાગ લઈ રેકોર્ડ સર્જ્યો છે.

નૂતન મિડલ સ્કૂલઅમરેલી ખાતે આયોજિત આ સ્પર્ધાનું ઉદ્ઘાટન માન. શ્રી પરશોત્તમભાઈ રૂપાલાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના ઉદ્ઘાટક તરીકે ઇફકોએન.સી.યુ.આઈ. તથા ગુજકોમાસોલના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મદદ ટ્રસ્ટઅમરેલી વતી અમર ડેરીના ચેરમેન શ્રી અશ્વિનભાઈ સાવલિયાએ સૌનું સ્વાગત કર્યું હતું.

આ સ્પર્ધામાં અમરેલી જિલ્લાના યુવા કલાકારોમાં રહેલી સુપ્ત પ્રતિભાને બહાર લાવવા માટે કુલ ૨૦ વિવિધ સ્પર્ધાઓનું આયોજન ત્રણ વય જૂથમાં (૮ થી ૧૪ વર્ષ૧૫ થી ૨૯ વર્ષ અને ૩૦ વર્ષથી ઉપર) કરવામાં આવ્યું હતું. રાસગરબાલોકગીતભજનશાસ્ત્રીય નૃત્યલોકવાદ્યસુગમ સંગીતફટાણા સહિતની વિવિધ કલાઓમાં સ્પર્ધાઓ યોજાઈ હતી. ખાસ કરીને ફટાણા સ્પર્ધાનું પ્રથમ વખત સ્વતંત્ર આયોજન કરવામાં આવ્યું હતું. ફટાણાની સ્પર્ધામાં ૧૩૨ સ્પર્ધકોએ નોંધણી કરાવી હતી.

રાજકોટના સાંસદશ્રીપરશોત્તમભાઈ રૂપાલાએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કેઆ સાંસ્કૃતિક સ્પર્ધા માત્ર એક વ્યક્તિની નહીં પરંતુ સમગ્ર અમરેલી જિલ્લાની સ્પર્ધા છે. જિલ્લાના કલાકારોની કલાને આગળ વધારવી અને સાંસ્કૃતિક વારસાને સંવર્ધિત કરવું એ સૌની સામૂહિક જવાબદારી છે. આગામી વર્ષોથી આ સ્પર્ધાને અમરેલી જિલ્લા સાંસ્કૃતિક સ્પર્ધા’ તરીકે વધુ વ્યાપક સ્વરૂપે આયોજિત કરવાની પણ તેમણે ભાવના વ્યક્ત કરી હતી.

આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર તથા આવાગમન ખર્ચ આપવામાં આવ્યો હતો. પ્રથમદ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનાર સ્પર્ધકોને સાવકુંડલા-લીલીયા મતવિસ્તારના ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા સહિતના ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્પર્ધાના બાળ વિજેતાઓને આગામી દિવસોમાં શિવરાત્રિમાં ઈશ્વરીયા મુકામે યોજાતા લોકડાયરામાં મંચ આપવામાં આવશે. સ્પર્ધામાં શ્રીદિલિપભાઈ સંઘાણીસ્પર્ધાના પરામર્શક ડો. કેતન કાનપરીયાજિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી વિક્રમસિંહ પરમારનું સન્મન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત, , શિક્ષણાધિકારી શ્રી ગોહિલજિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી વિક્રમસિંહ પરમારસ્પર્ધાના પરામર્શક ડો. કેતન કાનપરિયાતેમજ વિવિધ ક્ષેત્રોના મહાનુભાવોનિર્ણાયકશ્રીઓસ્પર્ધકો અને પત્રકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન કરવા માટે આયોજક ટીમનિર્ણાયકશ્રીઓ અને સહયોગી સંસ્થાઓએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

Related Posts