ભાવનગર

તળાજા તાલુકાના તળાજી નદી પરના માઇનોર બ્રિજના કામના કારણે તા. ૪ જાન્યુઆરીથી ૨ ફેબ્રુઆરી સુધી વાહન વ્યવહાર માટે બંધ – ટ્રાફિકને ડાયવર્ઝન અપાયું

તળાજા તાલુકાના NHAI તળાજા બાયપાસ સેકશન ફ્રોમ ચે. ૪૯/૭૦૦ થી ૫૩/૫૮૫ ખાતે તળાજી નદી
બ્રિજની કામગીરી પૂર્ણ થવામાં વધુ સમય લાગનાર હોઈ લોકસલામતીના હિતમાં બ્રિજ પરનો તમામ વાહન વ્યવહાર
બંધ રાખવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
કાર્યપાલક ઇજનેરશ્રી, માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય), ભાવનગર દ્વારા રજૂ થયેલ દરખાસ્તને ધ્યાને લઈ
ગુજરાત પોલીસ અધિનિયમ–૧૯૫૧ ની કલમ–૩૩(૧)(બી) હેઠળ મળેલ અધિકાર મુજબ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી,
ભાવનગર દ્વારા આ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ તા.૦૪/૦૧/૨૦૨૬ થી તા.
૦૨/૦૨/૨૦૨૬ દરમિયાન આ બ્રિજ પરથી તમામ પ્રકારના વાહનો પસાર થઈ શકશે નહીં.
આ સમયગાળા દરમિયાન તમામ વાહનો માટે નીચે મુજબના ડાયવર્ઝન રૂટ નક્કી કરવામાં આવ્યા છે:
પાલીતાણા ચોકડી – પાલીતાણા – તળાજા રોડ – NHAI રોડ
મહુવા ચોકડી જંકશન – મહુવા ચોકડી
જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર સામે ગુજરાત પોલીસ અધિનિયમ–૧૯૫૧ ની કલમ–૧૩૧
મુજબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. જાહેરનામાનો અમલ તથા ઉલ્લંઘન બદલ પગલા લેવા હેડ કોન્સ્ટેબલથી
નીચા ન હોય તેવા ફરજ પરના અધિકારીશ્રીને અધિકાર આપવામાં આવ્યો છે.

Related Posts