અમરેલી

બ્રહ્મલીન સેવાદાસબાપુ ના ભંડારા પ્રસંગે શ્રી લટુરિયા હનુમાનજી મંદિર ના ચંદ્રભાણદાસબાપુ ની ચાદર વિધિ સંપન્ન

દામનગર શહેર ના સીતારામનગર  ભુરખિયા રોડ પર બિરાજતા શ્રી લટુરિયા હનુમાનજી મંદિર ના બ્રહ્મલીન સંત શ્રી સેવાદાસ બાપુ ના ભંડારા પ્રસંગે સમગ્ર પંથક ના જગમી તીર્થંકર સમાં સંતો ની નિશ્રા માં ચંદ્રભાણબાપુ ની ચાદર વિધિ કરાય રામદળ ખાખી પરંપરા ના બ્રહ્મલીન સેવાદાસબાપુ ના જીવન કવન તાદ્રશ્ય કરાવતા અનેક સંતો એ પૂજ્ય સેવાદાસ બાપુ ની સેવા સમર્પણ ત્યાગ તિતિક્ષા ને યાદ કરી હતી સમગ્ર પંથક માંથી અનેક સાધુ મહાત્મા ની ઉપસ્થિતિ માં બ્રહ્મલિન સેવાદાસ બાપુ ના ભંડારા પ્રસંગે મહંત પદે ચંદ્રભાણદાસ બાપુ ની ચાદર વિધિ કરતા જણાવ્યું આશ્રમ ના મહિમા સર્વ ને અવગત કર્યા આ એટલે આ જગ્યા એ કોઈપણ પ્રકાર નો શ્રમ કરવો આશ્રમ એટલે આવી જગ્યા એ કરેલ દરેક પ્રકાર નો શ્રમ એ ઉત્તમ સેવા છે હઠયોગી તપોમૂર્તિ ખડેશ્વરી લટુરિયા હનુમાનજી મહંત પૂજ્ય ઘનશ્યામગિરી હીરાણા આશ્રમ થી છોટે મોરારી તરીકે પ્રસિદ્ધ મહંત 

ધારેશ્વરી ખોડિયાર મંદિર બંસીદાસબાપુ સીતારામ આશ્રમ ગોપાલદાસબાપુ વગડીયા ખોડિયાર મંદિર મહંત પ્રીતમદાસબાપુ સીતારામ આશ્રમ મહંત સીતારામબાપુ મેલડી માતા મંદિર રમેશબાપુ શ્રી કુંભનાથ મહાદેવ મહંત શ્રી વેજનાથ મહાદેવ મહંત ગાયત્રી મંદિર દામનગર વ્યાસભાઈ ભગવતાચાર્ય પ્રવીણબાપુ સહિત અનેક નામી અનામી સાધુ મહાત્મા ઓની ઉપસ્થિતિ વચ્ચે શ્રી લટુરિયા હનુમાનજી મંદિરે સમસ્ત સેવક સમુદાય દ્વારા વંદનીય આયોજન સંપન્ન થયું હતું 

Related Posts