અમરેલી

“શાળા સલામતી સપ્તાહ” અંતર્ગત અમરેલી જિલ્લામાં વ્યાપક જાગૃતિ કાર્યક્રમો યોજાયા

રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ શાળા સલામતી સપ્તાહ – ૨૦૨૬ અંતર્ગત અમરેલી જિલ્લામાં તા. ૨૭ જાન્યુઆરીથી ૩૧ જાન્યુઆરી૨૦૨૬ દરમ્યાન જિલ્લામાં વ્યાપક સ્તરે શાળા સલામતી સંબંધિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સપ્તાહ દરમિયાન જિલ્લામાં પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં આગ સલામતીઆપત્તિ વ્યવસ્થાપનપ્રથમ સારવારબાળ સુરક્ષા૧૦૮ ઇમરજન્સી સેવા૧૦૯૮ ચાઈલ્ડ હેલ્પલાઈન સહિતના વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને સંકટ સમયે કેવી રીતે સલામત રહેવુંઆપત્તિ સમયે યોગ્ય પ્રતિભાવ આપવો તથા ઇમરજન્સી સેવાઓનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે પ્રાયોગિક રીતે સમજાવવામાં આવ્યું.

“શાળા સલામતી સપ્તાહ” અંતર્ગત ફાયર વિભાગ૧૦૮ ઇ.એમ.આર.આઈઇન્ડિયન રેડક્રોસ સોસાયટીજિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરીએનજીઓ તેમજ સંબંધિત વિભાગોના સહયોગથી મૉક ડ્રિલડેમોન્સ્ટ્રેશનપ્રેઝન્ટેશન અને સંવાદાત્મક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જિલ્લાની ૭૫થી વધુ શાળાઓમાં પ્રતિકાત્કમ કાર્યક્રમોમ દ્વારા વિદ્યાર્થીઓમાં સલામતી પ્રત્યે જાગૃતિઆત્મવિશ્વાસ અને સંકટ સમયે સમજદારીપૂર્વક વર્તવાની ક્ષમતા વિકસે તે હેતુથી સમજ આપવામાં આવી રહી છે. સાથે જ શાળાઓમાં સુરક્ષિત અને સજાગ વાતાવરણ નિર્માણ તરફ મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે.

શાળા સલામતી સપ્તાહ દરમિયાન જિલ્લાના વિવિધ તાલુકાઓમાં યોજાયેલા કાર્યક્રમોમાં સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓશાળાના આચાર્યશ્રીઓશિક્ષકો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા.

Related Posts