સુરત ના શિક્ષક શ્રી રમણી રંજન સાહેબ ઇનોવેશન શીર્ષક પ્રવૃતિ મય આનંદ દાયી શિક્ષણ વિષય રજૂ કર્યો જીસીઇઆરટી ગાંધીનગર પ્રેરિત, જીલ્લા શિક્ષણ તાલીમ ભવન સુરત આયોજીત જિલ્લા કક્ષાએ 11મો એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ 2026 તારીખ 29,30 જાન્યુઆરીના રોજ બે દિવસ સુધી યોજવામાં આવેલા હતા. જેમાં સુરત જિલ્લાના તમામ તાલુકા અને URC માંથી કુલ ૫૦ નવતર પ્રયોગ સાથે ઇનોવેટિવ શિક્ષક પોતાની કૃતિ રજુ કર્યા હતા. તેમાંથી URC-02(કતારગામ-વરાછા)ઝોનમાં અંતર્ગત કવિ સમ્રાટ ઉપેન્દ્રભંજ પ્રાથમિક શાળાના ક્રમાંક- 176 (ઉડિયા માધ્યમ)ના ઉપ શિક્ષક શ્રી રમણીરંજન ડી. દાસ અંગ્રેજી ACTIVITY BASED JOYFULL LEARNING વિષયે એક નવતર પ્રયોગ સરસ રીતે રજુ કર્યો. વિશિષ્ટ ઉલ્લેખનીય એ છે કે, સુરત મહાનગરપાલિકા અંતર્ગત આવેલા તમામ ઉડિયા માધ્યમ શાળાઓ માંથી ન.પ્રા. શાળા ક્રમાંક- 176 ના ઉપ શિક્ષક શ્રી રમણીરંજન ડી. દાસ ઇનોવેટીવ શિક્ષક તરીકે ઉત્સાહ પૂર્વક જિલ્લા કક્ષાએ પોતાના ઇનોવેશન શીર્ષક પ્રવૃતિમય આનંદદાયી શિક્ષણ વિષય રજુ કર્યો. રમણીરંજન નું મંતવ્ય એ છે કે અંગ્રેજી વિષય તમામ માધ્યમમાં ખૂબજ અગત્ય જરૂરી વિષય હોય છે. ભવિષ્યમાં બાળકોને અંગ્રેજી ભાષા વિકાસ (ENGLISH SPEAKING SKILL DEVELOPMENT)માટે અંગ્રેજી એકમાત્ર સાધન છે. કેમકે અત્યારના આધુનિક ડીજીટલ યુગમાં પ્રાથમિક સ્તરથી વિશ્વવિદ્યાલય પ્રયુક્તિ વિદ્યા સુધી અંગ્રેજી ભાષા એક સુગમ માધ્યમ બન્યું છે. વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં પ્રતિભા વિકાસ કરાવવું હોય તો અંગ્રેજી વિશે સંપૂર્ણ જ્ઞાન મેળવવું જરૂરી છે. આ ઇનોવેશન રાજ્યમાં તમામ શાળા ક્લસ્ટરમાં પ્રયોગ કરવો જોઈએ.
11મો એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ 2026 અંતર્ગત શિક્ષક રમણી રંજન દાસે ઇનોવેશન શીર્ષક પ્રવૃતિ મય આનંદ દાયી શિક્ષણ વિષય રજૂ કર્યો


















Recent Comments