ભાવનગર

ઘોઘા તાલુકાની આંગણવાડી કેન્દ્રોમાં નવીનીકરણ ઝુંબેશ અંતર્ગત કામગીરીનો પ્રારંભ

રાજ્ય સરકાર દ્વારા આઈ.સી.ડી.એસ. યોજના અંતર્ગત કાર્યરત આંગણવાડી કેન્દ્રોને વધુ સુવિધાયુક્ત અને આકર્ષક
બનાવવા માટે સમગ્ર રાજ્યમાં આંગણવાડી નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં આવી રહેલ છે. જે અંતર્ગત
ઘોઘા તાલુકામાં ઝુંબેશ રૂપે નવિનીકરણ કામગીરી ચાલી રહી છે.
જે અંતર્ગત પોતાનું મકાન ધરાવતા આંગણવાડી કેન્દ્રોનું માળખાકીય સંરક્ષણ થાય તથા જર્જરિત થતાં અટકાવવાના
હેતુસર કેન્દ્રોની મરામતની કામગીરી હાથ ધરાયેલ છે. જેમાં મોટા સમારકામ માટે કેન્દ્ર દીઠ રૂ. ૨,૦૦,૦૦૦ ની
મર્યાદામાં કેન્દ્રનું રીપેરીંગકામ કરવામાં આવી રહેલ છે. જે માટે ઘોઘા તાલુકાના ૧૬ આંગણવાડી કેન્દ્રો માટે કામગીરી
હાથ ધરવામાં આવેલ છે.
આ સાથે ઘોઘા તાલુકાની ૮૬ આંગણવાડી કેન્દ્રોમાં તાજેતરમાં ફાળવાયેલ નાના સમારકામ માટે કેન્દ્ર દીઠ રૂ.૮૫૦૦/-
ની ગ્રાન્ટમાંથી કેન્દ્રને જરૂરી મરામતની કામગીરી નવિનીકરણ ઝુંબેશ રૂપે શરુ છે. જેમાંથી કેન્દ્ર કક્ષાએ પ્લાસ્ટરકામ,
રંગરોગાન, આકર્ષક ભિત ચિત્રો વગેરે કરવામાં આવી રહેલ છે. નોંધનીય છે કે જિલ્લા દ્વારા છેલ્લા ૨ વર્ષમાં સત્તત
ત્રીજી વાર આંગણવાડીના નાના સમારકામ માટે પોતાનું મકાન ધરાવતાં કેન્દ્ર દીઠ ૮૫૦૦/- ગ્રાન્ટ ફાળવવામાં આવી
છે.

Related Posts