રોડ ચમક્યા ને રોશની થઈ,
બસ ખાલી ચપટી વગાડતાં
વાસ્તવિકતા એ જ રહી ગઈ,
કેમ ઉત્સવોના પર્વ પછી ?
ફોટો પડાવી સાવરણેથી,
સ્વચ્છતા પણ થઈ ગઈ,
ને પ્રજાની યાતનાઓ,
એ જ ખાડામાં સમાઈ!
–“પાંધી સર”
અમરેલી શહેરમાં રાજ્ય કક્ષાના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને લઈને સમગ્ર તંત્ર નવોઢાની જેમ શહેરને શણગારવામાં વ્યસ્ત બન્યું છે. મુખ્યમંત્રી અને અન્ય વીઆઈપી મહાનુભાવોના આગમનને પગલે અધિકારીઓ ઊંધે માથે કામગીરી કરી રહ્યા છે. જે કામો સામાન્ય દિવસોમાં મહિનાઓ સુધી અટકેલા રહે છે, તે કામો અત્યારે ઉતાવળે પૂરા કરવામાં આવી રહ્યા છે. અમરેલી શહેરના અનેક માર્ગો પર રોડ કાર્પેટિંગ થઈ રહ્યું છે. પરંતુ ચોમાસાની ઋતુમાં ડામર રોડ કરવો કેટલો વ્યાજબી? વરસાદમાં આ ઉતાવળે બનાવેલા રસ્તાઓ પર ગાબડાં પડવા નિશ્ચિત છે, છતાં માત્ર ‘પ્રોટોકોલ’ જાળવવા માટે સરકારી નાણાંનો વ્યય થઈ રહ્યો છે.
રિહર્સલ, ચા-પાણી, નાસ્તો અને ઝગમગતી રોશની પાછળ થઈ રહેલો ખર્ચ પ્રજાના ટેક્સની કમાણીમાંથી જ થઈ રહ્યો છે. રાષ્ટ્રીય પર્વનું સન્માન ચોક્કસ થવું જોઈએ, પરંતુ તેના નામે ઊર્જા અને સરકારી સંપત્તિનો બેફામ વ્યય એ કઈ પ્રકારની રાષ્ટ્રીય ભાવના છે? આ કાર્યક્રમ નિમિત્તે હાથમાં સાવરણા લઈને ફોટો સેશન થશે અને અખબારોમાં હેડલાઈન પણ બનશે, પરંતુ સવાલ એ છે કે આ ઉત્સાહ કેટલા દિવસ?
પર્વ પૂર્ણ થતાં જ શહેર ફરી એ જ જૂની સમસ્યાઓમાં ધકેલાઈ જશે—રસ્તા પર રખડતાં પ્રાણીઓ, ઉભરાતી ગટરો, જાહેર શૌચાલયોની દુર્દશા, ફૂટપાથો પર દબાણ, ગેરકાયદે પાર્કિંગ, પ્લાસ્ટિકનો કચરો, પાનની પિચકારીઓ અને અપૂરતું પાણી. જો ભવ્ય ઉજવણીઓ પછી પણ પ્રજાને મુશ્કેલીઓ જ વેઠવી પડે, તો આવી ક્ષણિક ચમક-ધમકથી શો લાભ? સાચી રાષ્ટ્રીય ભાવના તો પોતાના કામ પ્રત્યેની નિષ્ઠા, જાહેર સંપત્તિનું જતન અને પ્રજાને સતત સુવિધા આપવામાં જ રહેલી છે.
એંશી વર્ષની સ્વતંત્રતા બાદ શું હવે કોઈ નવો ટ્રેન્ડ વિકસિત કરવાનો સમય નથી આવી ગયો? વીઆઇપી કલ્ચર ખતમ કરી એક સરળ અને સીધી સાદી વ્યવસ્થા કે જે સીધી આમજનતાને સ્પર્શે એ બાબતે મનોમંથન કરવાનો


















Recent Comments