• સુનિયોજિત ષડયંત્ર હેઠળ લાખો સાચા મતદારોના મત અધિકારને છીનવવાનો પ્રયાસ થયો છે:શ્રી અમિતભાઈ ચાવડા
• ચૂંટણીપંચ ક્યારેક ૧૨.૫૯ લાખ, ક્યારેક ૯.૫ લાખ અને ક્યારેક ૧.૮૩ લાખ ફોર્મ-૭ ના આંકડા કેમ આપે છે ?:શ્રી અમિતભાઈ ચાવડા
• ચૂંટણીપંચને અનેકવાર માંગ કરવા છતાં વિગતોને કેમ છુપાવવામાં આવી રહી છે ? : શ્રી અમિતભાઈ ચાવડા
• ભાજપના કાર્યકરો પાસે લાખોની સંખ્યામાં ફોર્મ-૭ કેવી રીતે આવ્યા ? : શ્રી અમિતભાઈ ચાવડા
• ખેડા જિલ્લામાં ૧,૩૫,૧૭૪ ફોર્મ-૭ આવ્યા હતા તેમાં ૧,૦૨૫ સ્વિકારાયા જ્યારે આણંદ જિલ્લામાં કુલ ૬૯,૦૫૭ ફોર્મ-૭ આવ્યા હતા તેમાં માત્ર ૭૪૭ સ્વિકારાયા : શ્રી અમિતભાઈ ચાવડા
• થપ્પાબંધ ફોર્મ-૭ ચૂંટણી પંચમાં કોને જમા કરાવ્યા ? તેની વિગત આપો- સી.સી.ટી.વી. ફુટેજ જાહેર કરો: શ્રી અમિતભાઈ ચાવડા
• જે ચૂંટણી અધિકારીઓની મીલીભગતથી મતદારોના મતદાનનો અધિકાર છીનવવાનો પ્રયાસ થયો છે તેમને છોડવામાં નહીં આવે : શ્રી અમિતભાઈ ચાવડા
• ખોટા ફોર્મ-૭ રજુ કરનાર ભાજપના મળતિયાઓ પર ભારત ન્યાય સહિતા મુજબ ફોજદારી કાર્યવાહી કરોઃ શ્રી અમિતભાઈ ચાવડા
રાજીવ ગાંધી ભવન ખાતે વિશેષ પત્રકાર પરિષદને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડાએ ભાજપ અને ચૂંટણી પંચની મિલીભગતના લીધે લાખો નાગરિકોના વોટ ચોરી ને ઉજાગર કરી હતી. વારંવાર અનેક વખતે લોકસભા વિપક્ષના નેતા શ્રી રાહુલ ગાંધી દ્વારા વોટ ચોરીના મુદ્દા ને ઉજાગર કરવામાં આવ્યા હતા તેમ ગુજરાત કોંગ્રેસ દ્વારા નવસારી લોકસભાની વોટ ચોરી ના ઉદાહરણ આપી ગુજરાતમાં ૧૨% થી વધુ એટલે ૬૨ લાખ જેટલા મતદારો શંકાસ્પદ હોય તેવો દાવો કર્યો હતો. જ્યારે ગુજરાત રાજ્યમાં એસ.આઈ.આર. (SIR) ની ડિસેમ્બર માં ડ્રાફ્ટ યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી ત્યારે ૭૪ લાખ જેટલા મતદારો રદ્દ કરવામાં આવ્યા હતા. ખોટા મતદારના ફોર્મ ૭ માટે ચૂંટણી પંચ દ્વારા ૧૮ જાન્યુઆરી સુધીની તારીખ આપવામાં આવી હતી. ચૂંટણીપંચ પાસે ૧૫ જાન્યુઆરી સુધી નહિવત ફોર્મ ૭ આવ્યા હતા અચાનક રાતોરાત જાદુ નથી થયો, સુનિયોજિત ષડયંત્ર હેઠળ લાખો સાચા મતદારોના મત અધિકારને છીનવવાનો પ્રયાસ થયો છે. ચૂંટણી પંચ દ્વારા સહુ પ્રથમ ૧૨,૫૯,૨૨૯ ફોર્મ ૭ના વાંધા આવ્યાની વાત કરવામાં આવી હતી ત્યારબાદ ૯.૫૦ લાખથી વધુ ફોર્મ આવ્યા હતા તેવી વાત કરી હતી અને છેલ્લે ૧.૮૩,૨૩૫ ફોર્મના વાંધા મળ્યા છે તેવી જાહેરાત કરવામાં આવી હતી. કાંગ્રેસ પક્ષ દ્વારા ફોર્મ ૭ના મુદ્દે અનેકવાર રજૂઆતો કર્યા બાદ વિગતોને છુપાવવામાં આવી હતી.
ભાજપના કાર્યકરો પાસે લાખોની સંખ્યામાં ફોર્મ ૭ કેવી રીતે આવ્યા તે સવાલ છે? લાખોની સંખ્યામાં કમલમ કાર્યાલયએ પ્રિન્ટેડ ફોર્મ ૭ કયા અધિકારીઓની સહી થી પહોચ્યા હતા? થપ્પાબંધ ફોર્મ ૭ કોને ચૂંટણી પંચમાં જમા કરાવ્યા તેની વિગત આપવા અને તેના સીસીટીવી ફૂટેજ જાહેર કરવા માંગ કરી હતી. જેમના નામે ફોર્મ ૭ જમા થયા તે વાત થી અજાણ હોય તેવી વાતો સામે આવી, કેટલાક ભાજપના મળતીયાઓ દ્વારા ખોટી સહીઓ કરવામાં આવી, ક્યાંક કમલમ થી આદેશ હતો તેવા ઓડિયો સામે આવ્યા એટલે ભાજપના કાર્યકરો દ્વારા ફોર્મ ૭ ભરવા આવ્યા હતા. ભાજપના અરજદારો દ્વારા ચૂંટણી પંચના મેણાપીપણાથી પુરાવા વગર, ખોટી સહીઓ,ખોટા અરજદારો ઊભા કરીને, ખોટા સરનામા સાથે થપ્પાબંધ ફોર્મ સ્વીકારવામાં આવ્યા હતા. મતદાર યાદી પારદર્શક હોવી જોઈએ ત્યારે ચૂંટણી પંચ સરકારની કટપુતળીની જેમ તેના ઈશારે કામ કરે છે. ચૂંટણી પંચ ખોટા ફોર્મ ૭ મુદ્દે ખોટા વાંધા રજૂ કરનાર ઉપર ફોજદારી તો નથી કરતું પણ સિદ્ધપુરમાં એક મતદાર શંકાસ્પદ હોવાની શંકા ઉપર ફોજદારી કાર્યવાહી કરી નાખી.ગુજરાત કોંગ્રેસના કાર્યકરો દ્વારા રેલીઓ, ધરણા યોજી, ઘર ઘર જઇ ને સુનિયોજિત ષડયંત્રને ખુલ્લી પાડવાનું કામ કર્યું છે. એક પણ સાચા મતદારોનું નામ કોંગ્રેસ રદ્દ થવા નહીં દે. કાયદા અને ભારત ન્યાય સંહિતા મુજબ ખોટા ફોર્મ ૭ ભરવા તે ફોજદારી ગુનો બને છે ત્યારે કમલમ કાર્યાલયના આદેશથી જે વ્યક્તિઓએ દ્વારા સુનિયોજિત ષડયંત્રના ગુનેગારો સામે ફોજદારી કાર્યવાહી થવી જોઈએ. જે ચૂંટણી અધિકારીઓ ની મિલીભગત થી સુનિયોજિત ષડયંત્ર હેઠળ મતદાન અધિકારને છીનવવાનો પ્રયાસ છે તે અધિકારીઓને છોડવામાં નહીં આવે, જેતે ચૂંટણી પંચના અધિકારીઓ ઉપર પગલા લેવાવા જોઈએ. મતદાનનો અધિકાર છીનવવાના ષડયંત્ર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં લડવું પડશે તો ત્યાં પણ કોંગ્રેસ લડશે.
ફોર્મ ૭ની ચકાસણીની છેલ્લી તારીખ ૧૦ ફેબ્રુઆરી હતી, તે મુજબ કેટલાક જિલ્લામાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. આણંદ જિલ્લામાં કુલ ૬૯૦૫૭ ફોર્મ ૭ આવ્યા હતા તેમાં માત્ર ૭૪૭ ફોર્મ સ્વીકારમાં આવ્યા હતા, ખેડા જિલ્લા માં કુલ ફોર્મ ૭ ૧૩૫૧૭૪ આવ્યા હતા જેમાં ૧૦૨૫ સ્વીકારવામાં આવ્યા હતા અને ભરૂચ જિલ્લામાં ૯૧૧૬૯ ફોર્મ ૭ ના વાંધા આવ્યા હતા તેમાં થી ૮૦૪ સ્વીકારમાં આવ્યા હતા એટલે ૯૯% ફોર્મ ૭ ને રિજેક્ટ કરવામાં આવ્યા હતા, જેથી માની શકાય ગુજરાતમાં ૯૫ થી ૯૯% ખોટા વાંધાને રિજેક્ટ કરવામાં આવ્યા હશે.


















Recent Comments